💫ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા, તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
💫આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ ઉત્સવ નિમીત્તે તથા પ્રોહિ. અંગે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ધનબાઇ મંદિર ચોકમાં આવતાં *એ.એસ.આઇ. પી.આર.સરવૈયા તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,અનસભાઇ હબીબભાઇ પઠાણ રહે.ધનબાઇ ચોક,સંઘના ડેલાની સામેના ખાંચામાં,તળાજાવાળો તથા તેનો મીત્ર કાળુભાઇ ઉર્ફે કાળુ ધોબી બાબુભાઇ વાઢેર રહે.તળાજાવાળાએ અનસભાઇના રહેણાંક મકાનના બીજા માળે ગે.કા. ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અનસભાઇ હબીબભાઇ પઠાણ તથા કાળુભાઇ ઉર્ફે કાળુ ધોબી બાબુભાઇ વાઢેર રહે.બંને તળાજાવાળા હાજર મળી આવેલ નહિ.આ મકાને આવેલ બીજા માળે જડતી તપાસ દરમ્યાન નીચે મુજબનો ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો મળી આવેલ.
1. મેકડોવેલ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલ નંગ-૨૮૩ કિ.રૂ.૮૪,૯૦૦/-
2. મેકડોવેલ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૧૮૦ ML ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/-
3. ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ઓરીજનલ ૧૮૦ ML ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૫૪,૦૦૦/-
4. કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ૫૦૦ ML ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કંપની સીલપેક બીયર ટીન-૭૨ કિ.રૂ.૭,૨૦૦/-
💫 આમ, ઉપરોકત કુલ રૂ.૧,૬૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
💫આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા, સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ. પ્રદિપસિંહ સરવૈયા હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, નરેશભાઇ બારૈયા,મહેન્દ્દભાઇ ચૌહાણ પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા વુમન પો.કો. જાગૃતિબેન કુંચાલા તથા ડ્રાયવર પદુભા ગોહિલ સહિતનાં સ્ટાફના માણસો જોડાયા હતાં.