શકિત ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો દેવ દર્શન કરવા બહાર આવી રહ્યાં છે ત્યારે હાલમાં વરસાદને પગલે અરાવલી પર્વતમાળાની વચ્ચે પાણી પાણી જોવાં મળી રહયું છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંબાજી થી આસપાસ ના વિસ્તારની વાત કરવામાં આવે તો ચોક્કસ પણે કહી શકાય કે અહી પહાડો વચ્ચે થી ઝરણાં વહેતાં દ્રશ્યો જોવા મળ્યા હતા.
અંબાજી દાંતા તાલુકામાં આવેલું છે અહી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને આબુ ફરવા જાય છે ત્યારે આબુ જેવા દૃશ્યો દાંતા તાલુકામાં જૉવા મળી રહ્યા છે. સરસ વાતાવરણ ખીલી ઉઠતા લોકો પ્રકૃતિ નો આનંદ માણી રહ્યાં છે.
પ્રહલાદ પૂજારી અંબાજી