Breaking NewsEntertainment

નવલી નવરાત્રિને ધ્યાનમાં રાખી ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા રાધે શ્યામ ગીત લોન્ચ કરવામાં આવ્યું.

અમદાવાદ: નવરાત્રી એ ગુજરાતીઓ માટે ખુબજ મહત્ત્વ નો તહેવાર છે અને જો યુવાનો ની વાત કરીએ તો તેઓ આ તહેવાર માટે આખો વર્ષ રાહ જોતા હોય છે અને આ વખતે છેલ્લા બે વર્ષ થી કોવિડ-19 ને કારણે ગરબા નું આયોજન ન થયા હોવાને કારણે આ વર્ષે લોકો માં નવરાત્રી ને લઈને ખુબજ  મળી રહ્યો છે ત્યારે ક્લાઉડ એન્ટરટેનમેન્ટ દ્વારા નવરાત્રી ને ધ્યાન માં રાખી ને રાધે શ્યામ સોન્ગ લોન્ચ કરવામાં આવ્યો છે જે દરેક વય ના લોકો ને મોઢે ચઢી જાય અને તેમને નાચવા માટે મજબુર કરે તેવો છે.

આ ગીત માં દિવ્યેશ તલાવીયા અને પ્રાચી સોલંકી મુખ્ય ભૂમિકા માં જોવા મળશે, આ ગીતના લેખક ભાર્ગવ પુરોહિત, ડિરેક્ટર તરીકે ઓમ પાંડે, સંગીત અર્ચિત પાટડીયા અને પ્રોડ્યુસર ભૌમિક પટેલ છે. આ સોન્ગ નું શૂટિંગ લક્ષ્મી ફિલ્મ સીટી વડોદરા ખાતે કરવામાં આવ્યું છે.

કલાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ ના ડિરેક્ટર શ્રી ભૌમિક પટેલએ જણાવ્યું કે “અમે આ ગીત બનાવવા માંગતા હતા કારણ કે અમે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ આ ગીત સાથે સંબંધિત હોઈ શકે છે અને તેથી અમે ઘણા પ્રેક્ષકો સુધી પહોંચી શકીશું. અમારો મુખ્ય હેતુ અમારા પ્રેક્ષકોને ખુશ કરવાનો છે અને મને ખાતરી છે કે દરેકને ગીત ગમશે. આ સોન્ગ બનાવતી વખતે દરેક વ્યક્તિ એ પોતાનું બેસ્ટ આપ્યું છે અને ટીમવર્ક થી કાર્ય કર્યું છે. નવરાત્રી એ આપણો આત્મા ઉત્સવ છે. તો કેવી રીતે આપણે નવરાત્રી માટે ગીત ન બનાવી શકીએ. હું લાંબા સમયથી આની રાહ જોતો હતો. તે એકમાત્ર તહેવાર છે જ્યાં આપણે આપણી સંસ્કૃતિ અને આપણા મૂળ બતાવી શકીએ છીએ તેથી અમારા માટે તે ખૂબ જ ખાસ ગીત છે.”

રાધે શ્યામ ગીત ના સ્ટારકાસ્ટ દિવ્યેશ તલાવીયા અને પ્રાચી સોલંકી એ જણાવ્યું કે “ભૌમિક પટેલ સાથે કામ કરવો એ ખુબજ અધભૂત અનુભવ હતો. આ પ્રોજેક્ટ અમારા માટે ખૂબ મહત્વનો છે કારણ કે અમે કેટલીક આકર્ષક પ્રતિભાઓ સાથે કામ કરી શક્યા આનો અનુભવ જબરજસ્ત હતો અને અમને આશા છે કે પ્રેક્ષકોને ગીત ગમશે. આ ગીત નવરાત્રીની થીમ પર હોવાથી તે અમારા માટે વધુ ખાસ છે. આ તહેવારની મોસમ દરમિયાન ઉજવણી કરતી વખતે આ ગીત લોકો ના મોઢે ચઢી જશે એવી અમને પુરી ખાતરી છે.”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *