જાગો…. જાગો…. જાગો… ધોળાવીશી અને ઉમરાળા ગામના નાગરિકો જાગો…
ઘોળાવીશી અને ઉમરાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સતત જાગૃત કાર્યશીલ યુવાન પેનલને વિજયી બનાવો ઘડાના નિશાનવાળી પેનલને આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજયી બનાવો
આ ગામમાં અમારી પેનલ જીતશે તો આપણે સૌ મળી ગામ રૂડુ, રળિયામણું અને બીજા ગામોને ટક્કર મારે તેવું આદર્શ નમુનારૂપ બને તેવું આયોજન કરીશુ ગામ સાથે સુંદર અને નમુનારૂપ બને તે માટે મારે સૌ ગામવાસીના સાથ સહકારની જરૂર છે
ગુજરાત અને દેશમાં ઘણી એવી ગ્રામ પંચાયતો છે જે ઈન્ટરનેટ સાથે વિશ્વના દેશો સાથે તાલ-મેલ કરતી હોય છે આપણે એવું ગામ કેમ ના બનાવી શકીએ છે આવું ગામ બનાવવા માટે સમગ્ર ગામના તન – મન – ધનથી સહકારની જરૂર પડે છે સહકાર અમારી પેનલને આપશો.
આ અમારી પેનલ શિક્ષિત અને અનુભવી પેનલ છે તો અમોને પ્રતિનિધિત્વ આપવામાં આવે તો અમો કંઈક કરી બતાવવાની ભાવના સાથે પ્રતિનિધિત્વ કરીશું અને નીચે મુજબની જુદી જુદી સમિતિઓ બનાવી નવી પધ્ધતિથી કામ કરીશુ બાંધકામ સમિતિ સરકારમાંથી આવતા નાણા વોર્ડવાઈઝ ચૂંટાયેલા સભ્યો અને બનાવેલ સમિતિની દેખરેખ દ્વારા જે તે હેડે આવેલા તેજ હેતુ માટે વાપરવામાં આવશે અને ક્યા વોર્ડમાં કઈ જરૂરિયાત છે તેની નોંધ રાખી કાર્ય કરીશું અને વોર્ડના પ્રશ્નોની દર ત્રણ માસે જરૂરિયાત અને પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ કરીશુ ખાલી સહિઓ નહી
શિક્ષણ સમિતિ શાળામાં અભ્યાસ કરતા બાળકોની જરૂરિયાત પુરી કરવી અને શિક્ષકોના પ્રશ્નોને સમજવા શાળામાં સુખાકારી માટે પડતી અગવડતાઓનું નિરાકરણ કરવું અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવી શાળામાં ઈનામ વિતરણ દ્વારા પ્રોત્સાહિત કરવા રમત ગમતના સાધનો,વાંચનાલય, શુધ્ધ પાણીની વ્યવસ્થા વગેરેનું આયોજન કરવું આરોગ્ય સમિતિ પી.એચ.સી./સી.એચ.સી.દ્વારા સમયે સમયે અને રોગચાળા સમયે શુધ્ધ પાણી મળે તે માટે મચ્છરજન્ય રોગો સમયે અને સીઝન પ્રમાણે દવાઓનો છંટકાવ અને સ્વચ્છતાઓનું ધ્યાન રાખવુ આ ઉપરાંત શેરી મહોલ્લાઓમાં, રોડ,રસ્તા,બ્લોક,ગટર,પાણી, લાઈટ અને સારી સુવિધાઓનું આયોજન કરીશુ સરકારની આવતી ગ્રાન્ટની માહિતી નોટીસ બોર્ડ પર રાખવામાં આવશે.
ચાલો આપણે આપણા ગામને નંદનવન અને આદર્શ ગામ બનાવીએ આદર્શ ગામ બનાવવા ગામના હિતેચ્છુ અનુભવી લોકો અને અનુભવી નમુનારૂપ અન્ય ગામોના સરપંચો અને અનુભવી લોકોના માર્ગદર્શનનો ૧૦૦% લાભ લઈશું દરેક કમિટિમાં ગામના ભણેલા ગણેલા યુવાનોને સામેલ કરી આપણે સૌ ગામને આગળ લઈ જવા અમો સહિયારા પ્રયત્નો કરીશું જેમ જેમ સમય જશે તેમ તેમ સૌના સાથ સહકારથી અમો નીચેની પ્રવૃતિઓ પણ કરવા માંગીએ છીએ ૭ યુવાનો,વડિલો, બાળકો માટે વાંચનાલય જેમાં બાળકો યુવાનોને લગતા સાહિત્ય અને છાપાઓનો સમાવેશ કરીશું ૭ ગામને પ્રકાશમાન રાખવા રોડ લાઈટ દરેક ઘર સુધી રોડ,બ્લોક છે શુધ્ધ પાણીની વ્યવસ્થા ૭ યુવાનો અને બાળકો માટે રમત ગમતનું મેદાન બહારથી આવતા મજુરોની નોંધ રાખવી છે ગામમાં સી.સી.ટી.વી. કેમેરા
આ તમામ પ્રવૃતિઓ માટે સાથે દર ૩ મહિને ચૂંટાયેલ સભ્યોની મીટીંગ ફરજીયાત ખાલી સહિઓ માટે નહીં અને દર વર્ષે ૧ ગામસભા જેમાં ટી.ડી.ઓ.ની હાજરી સાથે થયેલ કાર્યો અને હવે પછી કરવાના કાર્યોની ચર્ચા અને નિરાકરણ કરીશું આ છે અમારૂ આયોજન અમારૂ નિશાન છે ઘડો તો ભુલાઈ નહિ
આપણા ગામ ધોળાવીશીને નંદનવન ગામ અને આદર્શ ગામ બનાવવા માટે ઘડાના નિશાન વાળી પેનલના સભ્યોને આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા