નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી નિરવ ગાંધી કરા ઓકે અને નિરવ ગાંધી મ્યુઝિક પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો..
પાટણ તા.૭
સ્વર કિન્નરી ભારત રત્ન સ્વર્ગસ્થ લતા મંગેશકરજી આ ફાની દુનિયા છોડીને આજે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને તેઓને ખોટ પડી છે.માત્ર ૧૩ વષૅ ની ઉંમર થી ગાયકી ક્ષેત્રે સંકળાયેલા લતા મંગેશકરે ૧૮ જેટલી ભાષામાં ૩૦ હજારથી પણ વધારે તમામ પ્રકારના ગીતો સ્વરબદ્ધ કરી સંગીત ની સાચી ઓળખ પ્રસ્થાપિત કરી તા.૬ ફેબ્રુઆરી નાં રોજ મુંબઈ ની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં આખરી શ્વાસ લઇ દુનિયાને અલવિદા કહી છે ત્યારે ભારત સહિત વિશ્વના સંગીત પ્રેમીઓની આંખ નમ બનવા પામી હતી ત્યારે આ સ્વર કિન્નરી ભારત રત્ન લતા મંગેશકરજી ના આત્મા ની શાંતિ માટે સંગીત નગરી પાટણ શહેર નાં બગવાડા દરવાજા ખાતે સોમવારની ઢળતી સંધ્યાએ નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી,નિરવ ગાંધી કરા ઓકે અને નિરવ ગાંધી મ્યુઝિક પરિવાર સહિત સંગીત નગરી પાટણનાં સંગીતપ્રેમીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરી મીણબતી પ્રજ્જવલિત કરી સ્વ.લતા મંગેશકરને શ્રધ્ધા સુમન સમર્પિત કરી બે મિનિટ નું મૌન પાળવામાં આવ્યું હતું.