કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટી જી.જે. પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે, જેનાં ટ્રસ્ટી કોકીલા જી. પટેલ છે. મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન કલા , કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે. તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને કલા અને હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. ફાઉન્ડેશનમાં 300 થી વધુ રજિસ્ટર્ડ કલાકારો છે. લોકડાઉન પછી 2022 માં પ્રથમ પ્રદર્શન ” લાવણ્યા- 3″ પ્રદર્શનનું આયોજન કર્યું, રાજ્ય કક્ષાના પ્રદર્શન ” લાવણ્યા-3″ અને લોક ડાઉન પછી આવતી કાલે અમદવાદની ગુફા આર્ટ ગેલેરી , k L કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાનારા અનલાેક માંનું પ્રથમ 2022 નુ પ્રદર્શન શરૂ થયેલ છે. જેમાં 21 જેટલા કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી. ” લાવણ્યા-3″ પ્રદર્શન અમદાવાદ ની ગુફા આર્ટ ગેલેરી, k l કેમ્પસ, નવરંગપુરા મા કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે! આ પ્રદર્શન મંગલવાર , તારીખ 22 ફેબ્રુઆરી 2022ના રોજ સાંજે 4 વાગ્યે ખુલ્લું મુકવામાં આવ્યું છે.જે ગુરુવાર ,27 ફેબ્રુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે. મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલ એ જણાવ્યું હતું કે નવોદિત ચિત્રકારો અને વરિષ્ઠ કલાકરો ને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટ ની કલા એકસાથે એકજ જગ્યાએ રજુ થાય ,તે ઉપરાંત જાણીતા આર્ટિસ્ટ ના લાઈવ ડેમોસ્ર્ટેશન ગેલેરીમાં જોઈને નવોદિત કલાકારો નવું શીખી ને કલામાં આગળ વધી શકે તે મુખ્ય હેતુ સાથે આ ગ્રુપ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન પદ્મ શ્રી જોરાવર સિંહ જાદવ ના વરદ હસ્ત ખુલ્લુ મુકાવામાં આવશે.
” લાવણ્યા-3″ નાં કલાકારોમાં નીલુ પટેલ,કોકીલા જી. પટેલ (ટ્રસ્ટી),અમિત શાહ,
અરકેશ જોશી,બન્સુ શાહ,દામીની મેવાડા,દલવાડી દર્શિતા,ડોલી પટેલ, હેતલ બુચ,હેમંતકુમાર પંડ્યા,
જાગૃતિ વૈષ્ણવ,કબીતા ચૈાધરી,
કલગી શાહ,મોહન મેવચા,નીલુ પટેલ (મુખોટે સ્થાપક),નીરવ અમિન,નિત્તલ ઠક્કર,રાજેશ બારીયા,રંજનજાન ભોય,
રિધ્ધી પટેલ,શ્રુતિ સોની,પ્રિયંકા સિંહ,સિધ્ધાર્થ પટેલ,વિનસ પટેલ,વિનય પંડ્યા,અતિથિ કલાકાર શ્રી વી. રામાનુજ અને યામીની ગજ્જરનો સમાવેશ થાય છે જેમણે પોતપોતાની આગવી શૈલી માં તેમની કલાકૃતિઓ રજૂ કરેલ છે.આ પ્રદર્શનમાં ગુજરાતના અલગ-અલગ રાજ્યોમાંથી પોતાના ચિત્રો લઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા આ પ્રદર્શનમાં જોડાયા છે.
આ પ્રદર્શન 27 ફેબ્રુઆરી 2022 સુધી રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી કલારસિકો માણી શકશે.
આ પ્રદર્શનને નિહાળવા આપ સૌને આમંત્રણ છે.
વધુ વિગતો માટે આયોજક નીલુ પટેલ
+91 98257 52633 (વોટ્સએપ) નો સંપર્ક કરી શકાય છે અથવા [email protected] પર ઈમેઈલ કરી શકાય છે.