જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ૨૫૦ પ્રતિયોગીઓ સામેલ થયા.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર રાજ્યમાં આઝદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિધ કાર્યક્રમો યોજાય રહ્યો છે જે અંતર્ગત રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ઉપક્રમે અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાના હસ્તે કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત દ્રી-દિવસીય સ્પર્ધાઓને મોડાસાની કે.એન.શાહ હાઇસ્કુલ ખાતે થી શરૂ કરાઈ હતી જેમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભમાં અલગ-અલગ વય જૂથના ૫૨૦ થી વધુ લોકો સ્પર્ધામાં જોડાયા હતા.
જયારે બાળકોમાં રહેલા હુન્નરને ઉમદા તક મળી શકે તે માટે બાળ પ્રતિભા સ્પર્ધાની શરૂઆત થઈ છે.જેમાં ૭થી૧૩ વર્ષની વયના ૨૫૦ થી વધુ બાળકો સ્પર્ધામાં સામેલ થયા હતા. જેમાં બાળકો દ્વારા સાહિત્ય,કલા અને સાંસ્કૃતિક વિભાગની અલગ અલગ ૧૧ જેટલી કૃતિઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક્નુંત્ય,સમૂહગીત,વક્તુત્વ,લોકવાર્તા,દોહા-છંદ-ચોપાઈ,નિબંધ લેખન,સર્જનાતક કામગીરી,એકપત્રીય અભિનય,લગ્નગીત,લોકગીત અને ભજન જેવી કૃતિઓ રજૂકરવામાં આવી હતી.
આ પ્રસગે પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા કલેકટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમત્રી હતા ત્યારે રમતવીરોના કૌશલ્યનો ઉજાગર થાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. જે શ્રુંખલાને યથાવત રાખતા આજે મોટી સંખ્યામાં રમતવીરો અને કલાકારો જોડાઈ રહ્યા છે. તેની સાથે બાળકોને બાળપણથી જ કલા અને રમતમાં રૂચી પેદા થાય તેવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં દશરથભાઈ નિનામા,જે.એસ.ડામોર,શ્રીમતી હર્ષાબેન ઠાકોર જિલ્લા રમત-ગમત અધિકારી,અરવલ્લી,,શ્રી રાકેશભાઈ ચૌધરી, ડૉ.રાકેશભાઈ મહેતા આચાર્યશ્રી,સર્વોદય હાઇસ્કુલ,શ્રી મનીષકુમાર જોષી આચાર્યશ્રી,કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલ, મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીશ્રી,કટલરી કરીયાણા સહકારી શરાફી મંડળીના સૌ પદાધિકારીશ્રી,જિલ્લાની વિવિધ સ્કૂલોમાંથી આવેલા સ્પર્ધકો,શિક્ષક મિત્રો,નિર્ણાયકશ્રીઓની ઉપસ્થિતિમાં રહ્યા હતા.