કલા પ્રેમી બંગાળી કુટુંબ માં જન્મ , જેને મા – બાપ તરફ થી સંગીત નો વારસો મળ્યો.
બચપન થી ડોકટર બનવાના સપના દેખતા દેખતા સંગીત ના પ્રેમ ના હિસાબે સંગીત ની દુનિયા માં ઝંપલાવ્યું.
બાર વર્ષ સુધી અમદાવાદ ની અગ્રણી સ્કૂલો માં સંગીત ની તાલીમ આપ્યા બાદ , પતિ ના પ્રોત્સાહન થી સંગીત ના વ્યવસાયિક ક્ષેત્ર માં ઝંપલાવ્યું.
૨૦૦૭ મા ઓલ ઇન્ડિયા રેડિયો પર આર્ટિસ્ટ તરીકે કારકિર્દી ની શરુઆત કરીને ૨૦૧૨ માં પોતાની આગવી ક્લબ ની શરુઆત કરી .
કોવિડ – લોકડાઉન સમયગાળા દરમ્યાન જ્યારે બહાર શો થાય તેમ નહોતું ત્યારે તેઓએ ફ્રી ઓનલાઇન શો કરી ને સંગીત ને જીવંત રાખ્યું ,સાથોસાથ જરૂરિયાત મંદ કલાકારો ને રોજી અને ૬ મહિના સુધી અનાજ અને દવાઓ પહોંચાડી ને મદદરૂપ બન્યા.
૨૦૧૯ માં પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ની સ્થાપના કરી અને યુરોપ , દુબઈ ,સાઉથ આફ્રિકા તથા હોંગકોંગ માં પોતાના શો કર્યા.
સંગીત રચયિતા તરીકે “વાહ વુમેનીયા” નામ ની વેબ સિરીઝ થી પદાર્પણ કર્યું.
રવીન્દ્રનાથ ટાગોર ની ગુજરાતી અને ઉર્દૂ ગીતો મા સૌ પ્રથમવાર ઝાંખી આપી ને ગુજરાત સંગીત નાટક એકેડેમી ના કદરદાન બન્યા.
તેઓ ૩ નોન સ્ટોપ ગરબા ના આલ્બમ તથા બીજું ઘણું બધું રજૂ કરી ચૂક્યા છે અને ગુજરાતી અને રાજસ્થાની ફિલ્મ માં પોતાનો કંઠ આપી ચૂક્યા છે
સુભાષ ઘાઈ ના હસ્તે , મંતવ્ય તથા રંગ ગુજરાતી ચેનલ દ્વારા, કેટલીક ખાનગી સંસ્થા અને ક્લબ દ્વારા , ફેસબુક પર સૌ પ્રથમ લાઈવ સંગીત શરુઆત માટે ગુજરાત મ્યુઝિક એવોર્ડ તથા હમણાં જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમર્થન પામેલ પ્રાઈડ ઓફ ઇન્ડિયા જેવા નામાંકીત એવોર્ડ પ્રાપ્ત થયેલ છે .
તેઓ ની ઈચ્છા આપણા દેશ ના સંગીત અને સંસ્કૃતિ ને વૈશ્વિક સ્તર પર લઈ જવાની છે .યુવાપેઢી માટે તેઓનું કહેવું છે કે તક ની રાહ ના જોશો , તક ઊભી કરો.
પ્રિયંકા બાસુ ની ગૌરવ ગાથા યુવા મહિલા ઓ માટે પ્રેરણાદાયી બની રહેશે.
સ્પેશિયલ રીપોર્ટ હેમરાજસિંહ વાળા ચેરમેન જી એક્સપ્રેસ ન્યૂઝ 9898252620