કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવા માં આવે છે ત્યારે સમગ્ર ભારત અને વિદેશ માં પણ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે દરેક તાલુકા સ્તરે મામલતદાર અને ટીડીઓ દ્વારા યોગ દિવસ ની ઉજવણી નું આયોજન કરાતું હોય છે પરંતુ માલપુર શ્રી પીજી મહેતા હાઈસ્કૂલ માં થયેલ યોગ દિવસ ની ઉજવણી માં ખુદ મામલતદાર જ ગેર હાજર રહ્યા જ્યારે રાષ્ટ્રીય કાર્યક્રમ હોય ત્યારે દરેક અધિકારી એ કાર્યક્રમ માં ફરજિયાત હાજર રહેવાનું હોય છે વધુ માં માલપુર મામલતદાર છેલ્લા કેટલાય સમય થી માલપુર હેડ ક્વાર્ટર રહેતા નથી અને કચેરી માં પણ તેમની હાજરી અનિયમિત હોય છે જેના કારણે પ્રજાજનો ના કામો ઝડપથી થતા નથી જો છેલ્લા બે માસ ના મામલતદાર કચેરી ના સીસીટીવી ની તપાસ કરવામાં આવે તો પોતાની ફરજ બાબતે કેટલા વફાદાર છે એનો ખ્યાલ આવી જાય એમ છે તાલુકા ના ગામડા માં તેમની વિઝીટ પણ થતી નથી સરકારી ગાડી ના કિલોમીટર અને લોગબુક ની તપાસ થાય તો પણ ફરજ પર હાજરી બાબત ની બેદરકારી સામે આવે એમ છે આમ માલપુર તાલુકા ની જનતા સતત ગેર હાજર રહેતા અને ગાંધીનગર થી અપ ડાઉન કરતા મામલતદાર પ્રત્યે જનતા માં ભારે રોષ વ્યાપ્યો છે