મોરબી તેમજ મોરબી જિલ્લામાં અવાર નવાર વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળેલા લોકો પોલીસ ફરિયાદ કરતા હોય છે
તો કેટલાક કેસમાં આપઘાત કરી લેતા હોવાની ઘટના બનતી હોય છે ત્યારે મોરબીમાં વ્યાજખોરોથી ત્રાસેલા લોકોને છોડાવવા પોલીસે પહેલ કરી છે આં માટે પોલીસે એક હેલ્પલાઇન શરુ કરી છે
મોરબી જિલ્લામાં વસતા કેટલાક લોકો વ્યાજવટાવના ચક્રમાં ફસાયેલ હોય અને તેઓ ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધાર્થીઓ પાસેથી મજબુરીના કારણે ઉંચા વ્યાજદરે મોટી રકમ લેતા હોય છે,અને થોડો સમય ઉંચુ વ્યાજ ભરી પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી , અને ભયના કારણે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ,અરજી , કે રજુઆત કરવા જતા પણ ડરતા હોય છે
જેથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છેકે તેઓએ નાણા ધીરધાર માન્યતા પ્રાપ્ત સંસ્થા કે બેન્ક સિવાય કોઇપણ પાસેથી લેણદેણ કરવી જોઇએ નહી છતાં કોઇ ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધાર્થીના ચક્રમાં ફસાયેલ હોય અને તેઓની રજુઆત સાંભળવા અને તાત્કાલીફ નિરાકરણ લાવવાના હેતુથી અત્રેથી “ હેલ્પ લાઇન નંબર 9316847070 ” જારી કરેલ છે . જેમાં ગેરકાયદેસર વ્યાજવટાવનો ભોગ બનનારાઓએ ઉપરોક્ત નંબર ઉપર સંપર્ક કરી માહિતી આપવા મોરબીની આમ જનતાને અપીલ કરવામાં આવી છે
અહેવાલ
અભિષેક પારેખ
જી એકસપ્રેસ ન્યુઝ મોરબી