Crime

સુરતના સચિન હાઇવે પર થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો મૃતક અનિલ કુમાર ની હત્યા તેના જ અન્ય બે સાથી ઓ એ મળી કરવાનું બહાર આવ્યું..

 

હત્યાનું કારણ એ હતું કે મૃતક અને હત્યારા વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝગડો થયો હતો અને હત્યારા ઓ એ તેને બોથડ પ્રદાર્થ મારી મોત ને ઘાટ ઉતારી દીધો હતો હત્યા બાદ બને હત્યારા પોત પોતાની ટ્રક લઈ મહારાષ્ટ્ર ના ચાલીસ ગામ ફરાર થઈ ગયા હતા પોલીસ એ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટ્રક માં લાગેલા GPS સિસ્ટમ ના ટ્રેકર થી બંને હત્યારા ને ઝડપી પાડ્યા.

સુરતના સચિન પલસાણા રોડ પર થી એક યુવક ની લોહ લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી ઘટના ને લઈ સચીન પોલિસ લાશ કોની છે અને હત્યા કોણે કરી છે તે તપાસ કરવા માટે પોલીસની અલગ અલગ ટિમ બનાવી હત્યા નો ગુનો નોંધી હત્યારની શોધ શરૂ કરી હતી ત્યારે પોલીસે આજુ બાજુ તપાસ કરતા નજીકમાં બિન વારસી કોલસો ભરેલો એક ટ્રક મળી આવ્યો હતો જેમાં એક મોબાઈલ સાથે અન્ય ટ્રકના પેપર પણ મળી આવ્યા હતા પોલીસે આ ટ્રક માં મળેલા પેપરમાં એક મોબાઈલ નંબર જેમાં ટ્રક માલિક નો નંબર લખેલો હતો જ્યાં તેને ફોન કરતા તે ટ્રક સુરત થી મહારાષ્ટ્ર ના ચાલીસગાવ જવાનો હતો પણ તે ટ્રક ત્યાં પોહચ્યો જ ન હતો અને તે લાશ તેજ ટ્રક ડ્રાઈવર અનિલ કુમાર નું હોવાનું બહાર આવ્યું હતું પોલીસ એ ટ્રક માલિક ને વધુ પુછ પરછ કરતા આ મૃતક અનિલ સાથે અન્ય બે ટ્રકો પણ મહારાષ્ટ્ર ના ચાલીસગાવ જવા નીકળ્યા હતા પણ તે બે ટ્રકો ત્યાં હાજર નહીં હતા સ્થાનિક ઓ ને પુછ પરછ કરતા રાત્રી દરમિયાન આ ટ્રક ડ્રાઈવર ઝગડો કરી રહ્યા નું સ્થાનિકો એ જાણવાયું હતું…


પોલીસ એ આ ટ્રક ડ્રાઈવર ઓ પર શંકા જતા ટ્રક માં લાગેલા GPS ના ને ટ્રેક કરિયા હતા અને તે ટ્રક મહારાષ્ટ્ર બાજુ જવાનું લોકેશન મળતા GPS ટ્રેકર ના આધારે ટ્રક નો પીછો કરિયો હતો જ્યાં આ બને ટ્રક મહારાષ્ટ્ર ના ચાલીસગાવ પાસે પોહચે એ પેહલા જ બને ટ્રક ડ્રાઈવર ને દબોચી લીધા હતા અને તેની કડકાઈ થીપુછ પરછ હાથ ધરવામાં આવી હતી જ્યાં પોલીસ ની કડકાઈ પૂછપરછ માં આ બને ટ્રક ડ્રાઇવર ભાંગી પડ્યા હતા ને તે હત્યા તેઓ એ જ કરી હોવાનું કબ્લ્યુ હતું કે તે ઓ ટ્રકમાં જ્યારે જમવાનું બનાવતા હતા ત્યારે મૃતક એ ટ્રકમાં જમવા નું ના પાડી હતી અને બહાર નું જમવા માટે જીદ કરી હતી બસ આ જ જીદ ના લઈ હત્યારા અને મૃતક વડે ઝગડો થયો હતો જેમાં હત્યારાઓ એ ટ્રક માં રહેલા ટાયર ખોલવાનું ટોમી મૃતકના માથા અને મોઠા પર મારી હત્યા કરી હોવાનું કબલ્યુ લીધું હતું ત્યારે પોલીસ એ આ બને હત્યારા ઓ ની હત્યા ના ગુનાં માં ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધાં છે …

સુરતના સચિન વિસ્તારનો હત્યાનો ભેદ ઉકેલાયો…

મિત્રોએજ મિત્રની કરી હતી હત્યા…

ત્રણે મિત્રો મહારાષ્ટ્ર થી સુરત કોલસા લેવા માટે આવ્યા હતા..

સચિન-પલસાણા વિસ્તારમાં ખાવા બાબતે થયો હતો ઝગડો..

હત્યારાઓએ ટ્રકમાં રહેલા ટાયર ખોલવાનું ટોમી મૃતકના માથા અને મોઠા પર મારી હત્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *