લખતર શહેર ફરતો રાજાશાહી સમય નો 127 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ આવેલો છે જે ગઢ લખતર ના નામદાર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ એ લખતર ની જાહેર જનતા ના જાનમાલ ના રક્ષણ માટે ગામ ફરતો ગઢ વિક્રમ સવંત 1940 ને તારીખ 12/03/1884 ને બુધવાર ના રોજ ગઢ બનાવવાનું શરૂ કર્યું હતું.
જે ગઢ વિક્રમ સવંત 1950 અને ઇસવીશન 1894 મા પૂર્ણ થયેલ.જે ગઢ આજે પણ અકબંધ પોતાનો વારસો જાળવીને ઊભો છે.જે ગઢ ને હેરિટેજ મા સમાવેશ કરવા બાબત સુરેન્દ્રનગર ખાતે શિવ હોટેલ ખાતે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ની મિટિંગ યોજાઇ હતી.જે મિટિંગ મા લખતર ફરતે આવેલ ગઢ ને હેરિટેજ મા સમાવેશ કરવા અંગે તારીખ 21/07/2022 ના રોજ બપોરે 3 વાગ્યે લખતર ના ઉગમણા દરવાજે થી રેલી ની શરૂઆત કરી લખતર મામલતદાર કચેરી ખાતે રેલી પુણૅ કરી લખતર મામલતદાર શ્રી.લખતર તાલુકા વિકાસ અધિકારી શ્રી અને લખતર ગ્રામપંચાયત ને આવેદનપત્ર આપવામાં આવશે એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.
તથા 21/07 રોજ આવેદનપત્ર આપવાના દિવસે બપોરે 3 વાગ્યે લખતર તાલુકા સહિત સમગ્ર ઝાલાવાડ માંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ સાથે સમગ્ર ઝાલાવાડવાસીઓ એ મોટી સંખ્યામાં હાજર રહેવું એવું ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી ડૉ રુદ્રસિંહજી ઝાલા સાહેબ દ્વારા આહવાન કરવામાં આવ્યું.
આ મિટિંગ મા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી ડૉ રુદ્ર સિંહજી ઝાલા સાહેબ.ઉપ પ્રમુખ દીગુભા.શ્રી રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ હરપાલ સિંહ રાણા.ઉપ પ્રમુખ શીવરાજ સિંહ રાણા.લખતર રાજવી પરિવારના પૃથ્વીરાજ સિંહ ઝાલા તથા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા.
રિપોર્ટ.જયેન્દ્ર સિંહ ઝાલા
લખતર. સુરેન્દ્રનગર