સુરતના ઉત્સાહી યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડોક્ટર પ્રતીક દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટીટોડી એક એવી એપ વેબસાઈટ છે કે જેના માધ્યમથી ખેડૂતો પોતાનો ડિજિટલ એગ્રી સ્ટોર બનાવી દેશના કોઈપણ ખૂણે પાકનું યોગ્ય કિંમતે વેચાણ કરી ને વધુ આવક મેળવી શકે છે. આ એપ ગુજરાતી હિન્દી અંગ્રેજી એમ કુલ નવ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
ખેડૂતોને દેશભરના 768 પાકોની દસ હજાર જેટલી વેરાયટીઓ શ્રેષ્ઠ ભાવ સાતે બજાર ઉપલબ્ધ કરાવે આપે છે.
ખેડૂતોને નિશુલ્ક ડિજિટલ શોપ આપવાની સાથે કુષી સંશોધનો લેટેસ્ટ બજાર ભાવોની અપડેટ મળી રહે છે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો આ પ્લેટફોર્મ મારફતે કોમોડીટીની શોધ એનલીસિસ ખરીદી વેચાણ વેપાર કરી શકે છે
વેપારીઓને યોગ્ય ભાવે વેચાણ કરી શકે છે.ગુજરાતની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ચળવળ સમિતિ અને નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે સમજૂતી કરી યુનિવર્સિટી નિમિત ઉત્પાદનોનું પણ વેચાણ કરવામાં આવે અને ખેડૂતો વેપારીઓ અને કૃષિ સંગઠનોને તેમના ગ્રાહકો સુધી સીધા પહોંચાડવા માટે નું સરળ પ્લેટફોર્મ પૂરું પાડે છે
ટીટોડી પ્લેટફોર્મ ખેડૂતો અને ઉપભોક્તાઓને સીધી જોડતી ઓનલાઇન મંડી..
ખેડૂતો વિના મૂલ્ય પોતાનો એગ્રો સ્ટોર બનાવી શકે છે…
ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે….
સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ચળવળ સમિતિ સમજૂતી કરી છે….
નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે એમ. ઓ.યુ કર્યું છે..