Latest

પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર ગાડીમાં આગ લાગતા કર્મચારીની સુઝબુજ થી મોટી દુર્ઘટના ટળી

ભાવનગર શહેરના જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલ પેટ્રોલ પંપ પર ગાડીમાં અચાનક આગ લાગી ભાવનગર શહેરના જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પમ્પ પર ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી, આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે પેટ્રોલ પંપના માણસોની સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી, કર્મચારીએ તાત્કાલિક ગાડીને ખસેડી રોડ પર મૂકી દીધી હતી.

આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો ભાવનગર શહેરના મુખ્ય બજાર તરફ જિલ્લા પંચાયત પાસે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પમ્પ પર ગાડીમાં પેટ્રોલ ભરતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી ત્યારબાદ તરત જ પેટ્રોલ પંપના કર્મચારીએ ગાડીને તાત્કાલિક ખસેડી પેટ્રોલ પંપ પરથી દૂર કરી હતી, આગ લાગવાને કારણે નાસભાગ થવા લાગી હતી, આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો પણ પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ ડર વગર પાણીનો છટકાવ તથા ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો અને તાત્કાલિક આગને બુઝાવી દીધી હતી.

કર્મચારીઓ સુજબૂજ વાપરી મોટી જાનહાની ટાળી હતી જો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ બુઝાઈ ગઈ હતી. પેટ્રોલ પંપ પર રહેલા કર્મચારીઓ સુજબૂજ વાપરી મોટી જાનહાની ટાળી હતી, આગ લાગવાથી રોડ પર લોકોના ટોળા જામ્યા હતા પણ સમયસૂચકતાને પગલે પેટ્રોલ પમ્પ બચી ગયો અને મોટો ધમાકો થતા અટકયો હતો.

સ્પેશિયલ રિપોર્ટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *