તા.૧૩/૦૭/૨૦૨૨નાં રોજ ભક્તરાજ દાદા ખાચર કૉલેજ –ગઢડા ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સેવા યોજ્ના એકમ તથા જ્ઞાનધારાનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાંથી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામીએ ‘જીવનમાં ગુરુનું મહત્વ’ વિષય પર મનનીય પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફનું ગુરુ પુષ્પ અને કાર્ડ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં આચાર્યશ્રી ડૉ. એચ.વી.સેંજલિયાએ આ અવસરે વક્તાનું શાબ્દિક સ્વાગત કરી અને પર્વનું મહત્વ સમજાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ ચંદ્રેશકુમાર ચૌહાણે કર્યું હતું.
કાર્યક્રમનાં અંતે આભાર વિધિ ડૉ. વિરેનકુમાર પંડ્યાએ કરી હતી. કાર્યક્રમનું આયોજન જ્ઞાનધારા સંયોજક ડૉ. વિષ્ણુભાઈ જોગરાણા તથા ચંદ્રેશકુમાર ચૌહાણ અને એન.એન.એસ. વિભાગના કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યા તથા પ્રા. કોમલ શહેદાદપુરી દ્વારા કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ. સ્વયંસેવકોએ સક્રિય યોગદાન આપી, કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર