Entertainment

ઘણા લોકો પૂછે છે,હંમેશા સાડીમાં જ હોવ છો કોઈ કારણ?

આમ તો દરેક પોશાકને હું માન આપું છું પણ પેલું કહેવાય છે ને કે આવ્યા હતા બધાને પ્રેમ કરવા પણ તમે થોડાક વધુ ગમી ગયા.એવો જ સ્નેહ કંઈક મારો અને સાડી વચ્ચેનો છે.કારણ કવિતામાં સમજાઈ જશે. અને હા ઘણા કહે છે ક્યારેક સાડી વિશે પણ લખોને..તો આજે થોડાક શબ્દો સાડી વિશે…

જ્યારે સ્ત્રી અંગ ઉપર સાડી લપેટે છે ત્યારે તે સાડી જ નથી લપેટતી પણ પોતાના જીવનની અનેકો મર્યાદાઓ અને લજ્જાને પણ લપેટે છે,

એક એક પાટલીને વ્યવસ્થિત કરીને સવારતી સ્ત્રી પાટલી જ નહિ પણ તે પોતાના અને અન્યના જીવનની ઘણી બાબતોને વ્યવસ્થિત કરીને સવારે છે.

સાડીનો રંગીન પાલવ જયારે તે ખભા ઉપર પાથરે છે છે ત્યારે તે પાલવ જ નહિ પણ બન્ને કુળનું માન, મોભો લાજ, શાલીનતા,પતિ પ્રત્યેનો પ્રેમ અને સંતાનો પ્રત્યેની મમતાને પણ પાથરે છે,
સાડી પહેર્યા પછીની એક સ્ત્રીની ચાલમાં મને ગજબની ભવ્યતા, આત્મવિશ્વાસ અને ચૌદ બ્રહ્માંડની શક્તિ અને અવર્ણનિય સુંદરતાના દર્શન થાય છે,

પાલવને પાછળથી હળવેકથી લઈને માથે ઓઢીને વિધિમાં બેઠેલી સ્ત્રી,મંદિરમાં દર્શન કરતી વખતે માથે ઓઢીને ઈશ્વર પાસે કંઈક માંગતી સ્ત્રી,પાલવને ઢાંકીને પોતાના બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી,અને સફળતાના શિખરો સર કરીને પણ સ્ટેજ ઉપર પાલવને સંકોરીને વક્તવ્ય આપતી સ્ત્રી મને મધ કરતાથી મીઠી અને માન ઉપજે તેવી લાગે છે…

સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેટવોકથી લઈને તાજ જીતવા સુધી ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો

કપિલ પટેલ દ્વારા જયપુર / જ્યારે ભારતના દરેક રાજ્યમાંથી આવેલા પ્રતિભાગીઓ આકર્ષક…

‘જબ્બર પ્રેમ’ ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધુમ, 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે ગુજરાતી ફિલ્મ ચૌરંગી

રિપોર્ટ અનુજ ઠાકર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા પ્રયોગો અને મજબૂત વાર્તાઓ સાથે…

ડ્રેસ, મેકઅપ અને કેટવોકની જુગલબંદીએ ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેના મંચને શોભાવ્યો

જી સ્ટુડિયોમાં આયોજિત બ્યુટી પેજન્ટમાં મિસિસ, મિસ અને ટીન કેટેગરીમાં તાજ જીતવા…

1 of 68

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *