આનંદ ગુરવ સુરત
વિશ્વના અનેક દેશોમાં મંકી પોક્સ વાયરસ કેસ સતત વધી રહ્યા છે જેને લઈ સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક વોર્ડ શરૂ કર્યું છે જેના માટે ડોકટર અને નર્સિંગની ટીમ પણ મૂકી દેવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી સ્ટેમસેલ બિલ્ડિંગમાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર,ઓક્સિજન બેડની સાથે સાથે ડોકટર અને નર્સની ટીમ પણ મૂકી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે 19 દેશોમાં ફેલાયેલી મંકી પોક્સ વાયરસથી સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી સ્ટેમસેલ બિલ્ડીંગના ચોથા માળે સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વોર્ડ માં 10 બેડનું વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યું છે.હાલ ભારતમાં મંકી પોક્સનો પ્રથમ કેસ કેરળમાં નોંધાતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તૈયારી રાખવા તાકીદ કરી છે.
મંકીપોક્સની દહેશત વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ
હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો
તબીબ અને નર્સિંગ સ્ટાફની ટીમ મુકાઈ
સ્ટેમસેલ બિલ્ડિંગમાં વેન્ટિલેટર અને ઓક્સિજન સાથે વોર્ડ તૈયાર