તા.02/8/22 ના રોજ નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનનાં બીજા દિવસે જિલ્લા મહિલા બાળ અધિકારી કે.વી.કાતરીયા તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેના માર્ગદર્શન હેઠળ ઉજવણી ક.ર.વી.ગો ગર્લ્સ હાઇસ્કુલ ગઢડા ખાતે કરવામાં આવેલ જેમાં ગઢડા પી.બી.એસ.સી. કાઉન્સલર નીતાબેન પટેલ તેમજ વી.એમ.કે. ના સંચાલક પારૂલબેન કંસારા ગઢડા પોલીસ સ્ટેશનના સી. ટીમના કોસ્ટેબલ નમ્રતાબેન ડાભી, વી.એમ.કે ના કોમ્પ્યુટર ઓપરેટર ફાલ્ગુનીબેન તેમજ ગર્લ્સ હાઇસ્કુલ ના પ્રિન્સિપલ હંસાબેન ભીંગડારીયા અને અન્ય સ્ટાફ પિનાકીનભાઈ જોશી તેમજ ક.ર.વી.ગો હાઈસ્કૂલનાં વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં હાજર રહેલા હતા.
જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ ત્યારબાદ પી.બી.એસ .સી .ના કાઉન્સિલર દ્વારા pbsc ની કામગીરી વન સ્ટોપ સખી સેન્ટર, ૧૮૧ હેલ્પ લાઇન તેમજ મહિલાલક્ષી કાયદાઓ અને દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અંગે, દીકરીઓને પગભર અને સક્ષમ બનાવવા તેમજ દીકરીઓના જન્મને પ્રોત્સાહિત કરવું અને સ્ત્રીભૂણ હત્યા અટકાવવા અંગે વિશેષ રૂપથી માર્ગદર્શન આપવામાં આવ્યુ.
ત્યારબાદ નમ્રતાબેન દ્વારા SHE ટીમ કામગીરી અંગે અને કેવી રીતે દીકરીઓ અને મહીલાઓને મદદરૂપ બને અને છેડતી સમયે બચવાના ઉપાયો બાબતે માર્ગદર્શન આપેલ વી.એમ .કે ના પારૂલબેન દ્વારા મહિલાલક્ષી યોજનાઓ તેમજ ખાસ વાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજના રોજગાર લક્ષી તાલીમ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
ત્યારબાદ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ દ્વારા દીકરીઓને સક્ષમ બનવા માટેનું માર્ગદર્શન આપેલ ત્યારબાદ હાઈસ્કૂલના સ્ટાફ શિક્ષક પિનાકીનભાઈ જોશી દ્વારા વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત” હર ઘર તિરંગા” અભિયાન બાબતે શપથવિધિ કરવામાં આવી અને ક.ર.વી.ગો હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હંસાબેન દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન pbsc કાઉન્સિલર નીતાબેન પટેલ અને વી.એમકે ના સંચાલક પારુબેન દ્વારા કરવામાં આવેલ હતું.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર