Breaking NewsLatest

હર ઘર તિરંગા’ને જનચેતનાનું પ્રતિક બનાવવા જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા અનુરોધ

જિલ્લાનો દરેક નાગરિક આ અભિયાનમાં જોડાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આહ્વાન

ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી ’હર ઘર તિરંગા’ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા કલેકટરશ્રી તથા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી યોગેશ નિરગુડેએ આ પર્વને નવા વર્ષની ઉજવણી સમાન જ સમર્થન આપવાં અને તેમાં વ્યાપકપણે જોડાવાં અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે,  કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ઉજવવામાં આવનાર ’હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય આશય જન જનમાં રાષ્ટ્રભાવના જાગે તેમજ તિરંગા પ્રત્યે લાગણી ઉજાગર થાય એવો છે.

આ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓ, ખાનગી કચેરી, ઔદ્યોગિક સંગઠનો, વ્યવસાયિક સંગઠનો તેમજ દરેક ઘરે તિરંગો ફરકાવવા માટે તેમણે અનુરોધ કરતાં જણાવ્યું છે કે, દરેક વ્યક્તિ તિરંગો ફરકાવે તેમજ જિલ્લાનાં દરેક નાગરિકો, સરકારી તેમજ ખાનગી કચેરીઓ, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વ્યવસાયિક સંગઠનો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવાં માટે તેમણે જિલ્લા વહિવટી તંત્ર તરફથી અપીલ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *