ભાવનગર સમગ્ર જિલ્લામાં ગાય માતામાં લંપી વાયરસ દેખાય અને વેક્સિનની જરૂર જણાય તો ઉમરાળાના ગૌપ્રેમી ગૌસેવક હરીભાઈ ભરવાડનો સંપર્ક કરવો ઉમરાળા સહિત આજુબાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ લંપી વાઇરસના ઘણા બધા કેસ જોવા મળે છે
લંપી વાયરસ માટે વેકસીન હાલ ઉમરાળાના ગૌપ્રેમી સેવાભાવી યુવાનો હરીભાઈ ભરવાડ,સંજયભાઈ રબારી, ગીરીબાપુ,આરિફભાઈ ભાઈજાન સહિતનાની ટીમ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહી છે આ ટિમની સેવાકીય પ્રવૃત્તિઓ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર બની રહી છે આ વેક્સિન ગાય માતાના બોડીને એન્ટીબોડી બનાવી અસર કરે છે અને લંપી વાયરસ આવતા રોકે છે
આ સિવાય હરિભાઈ ભરવાડની ટીમ જે ગાય કે ગૌવંશ માં આ વાયરસ આવી ગયો હોય એમના માટે એક અકસીર દેશી દવા ગાયના નાક વાટે આપવાની હોય છે જે લંપી વાયરસમાં અસરકારક નિવડેલ છે તો જે પણ પશુપાલકોના ગાય કે ગૌવંશ માં લંપી વાયરસના લક્ષણો જણાય એમણે હરિભાઈ ડાંભલ્યા ઉમરાળા મો.9898820311 ઉપર કોન્ટેકટ કરવો/એમણે ઘણી બધી ગાયોને આ સારવાર આપેલ છે હાલ એમની પાસે 700 જેટલા ડોઝ પડેલ છે તો ક્યાંય પણ લંપી વાયરસ વાળી ગાય કે ગૌવંશ દેખાય તો હરિભાઈ ભરવાડ ઉમરાળાનો સંપર્ક કરવો મો.9898820311
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા