શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે આવનારા દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે ત્યારે તાલુકા પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 500 જેટલા ખુલ્લાં પ્લોટની હરાજી કરવામાં આવતી હોય છે અને તારીખ 23 થી 26 ઓગસ્ટ સુધી જુની કોલેજ માં હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી હતી પણ તાલુકા આયોજન સહ અઘિકારી દ્વારા જાહેર હરાજી મોફૂક રાખવામાં આવી છે. જ્યાં સુધી નવીન તારીખ જાહેર નહી થાય ત્યાં સુધી હરાજી થશે નહી.
અંબાજી પ્રહલાદ પૂજારી