ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડ,ભાદ્રોડ,નાના આસરાણા એમ અલગ અલગ ત્રણ ગામોમાં ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર આયોજીત શિલ્પ ઓર્ગનાઇઝેશન સંચાલિત પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી જાગૃતિ તાલીમ કાર્યક્રમનુ મહુવા તાલુકાના નાના આસરણા, નેસવડ અને ભાદ્રોડ ગામમાં યોજવામાં આવેલ
જેમાં પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી પ્રદુષણ ના પ્રકારો અને તેના કારણો,ઘન કચરાનો નિકાલ અને વ્યવસ્થાપન ઉર્જા બચત વૃક્ષ બચાવો,પાણી બચાવો,પાણી નું સંરક્ષણ,દરિયાઈ જીવ સુષ્ટિ નું મહત્વ,દરિયાકાંઠા અને દરિયાઈ જીવ બચાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ તેમજ પર્યાવરણ ની જાળવણી માટે અલગ અલગ વિષય પર સ્લાઈડ શો વીડિયો,હોશી ગેમ અને સાપ સીડી ની રમત દ્વારા પર્યાવરણ અને તેની જાળવણી ની સમજણ આપવામાં આવી હતી
આ કાર્યકમ ગુજરાત સરકાર ઇકોલોજી કમિશનર ગાંધીનગર સભ્ય સચિવ મહેશસિંગ,સિનિયર પ્રોજેક્ટર ડાયરેકટર ડો.નિશ્ચલ જોશી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં સંસ્થાના પ્રમુખ શિલ્પાબેન, તાલીમકાર રેણુકાબેન,ભાવિનિબેન અને હિતેશભાઈ દ્વારા સફળતા પૂર્વક માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ
રીપોર્ટ નિલેષ ઢીલા