રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
કડોદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ માનવસેવા ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ ફિઝીયૉ-થેરાપી કોલેજના સ્થાપક શ્રી ભક્તિ જીવનદાસજી, શ્રી ક્રિષ્ન પ્રકાશદાસજી અને શ્રી અક્ષરપ્રકાશદાસજી દ્વારા લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલિત ‘ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ચોર્યાસી તાલુકા બ્રાન્ચ’ અને ‘લોકદ્રષ્ટિ ચક્ષુબેંક & સમક્ષ – સુરત’ તેમજ ડો. પ્રફુલભાઈ શિરોયા અને શ્રી દિનેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્રદાન અંગદાન તથા દેહદાન જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.કે પી સ્વામી એ પોતાનું દેહદાન કરનાર ઘનશ્યામભાઈ નું સન્માન કરેલ.
આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામીજી, કોલેજના સ્ટાફ અને 85 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં નેત્રદાન, અંગદાન અને દેહદાનની જાગૃતતા લાવવામાં આવી હતી જેથી ઉપસ્થિત વિદ્યાર્થીઓએ નેત્રદાન માટે સંકલ્પ લીધો હતો તેમજ વિદ્યાર્થીનીએ દેહદાન માટે પણ સંકલ્પ લીધો હતો.
ઉમરપાડા ના ગ્રામ્ય વિસ્તારમાં નેત્રદાન માટે જાગૃતિ ફેલાવવા શ્રી સ્વામિનારાયણ ફિઝીયોથેરાપી કોલેજે ઇન્ડિયન રેડ કો સોસાયટી સાથે સહભાગી બનીને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં 50 થી વધુ લોકોએ નેત્રદાન માટે સંકલ્પ લીધો હતો અને ફિઝિયોથેરાપી માટે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને ૩૪૨ જેટલા દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી