શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગૂજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે ગણતરી ના કલાકો બાકી રહ્યાં છે ભાદરવી મહાકુંભ શરૂ થવાને ત્યારે અંબાજી ખાતે ગણપતી બાપા ના તહેવારમાં ભક્તો ગણપતી બાપા ની આરતી કરી ભકિત કરી રહ્યા છે.

અંબાજી આઠ નંબર અને ભાટવાસ વિસ્તારના લોકોએ પોતાનાં વિસ્તારમા ગણપતીનું સ્થાપન કર્યું છે ત્યારે શનિવારે રાત્રે ભક્તોએ ગણપતી બાપા ની આરાધના કરી આરતી પૂજા અર્ચના કરી ગણપતી બાપાની જય બોલાવી હતી. ભક્તો દ્વારા વિવિઘ પ્રકારના ભોગ પણ ધરાવવામાં આવ્યાં હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી
















