ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના કરેલ તેમજ માથાભારે ઇસમો વિરૂધ્ધ્માં પાસ દરખાસ્ત તથા હદપારી દરખાસ્તો તૈયાર કરી આવા ઇસમો હુકમનો ભંગ કરેતો તેના વિરૂધ્ધમાં કાયદેસર પગલા લેવા સુચના કરવામાં આવેલ
જે સુચના આઘારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મહુવા, જનતા પ્લોટમા આવતા હકિકત મળેલ કે મહુવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી તરફથી હદપાર કરવામાં આવેલ ઇસમ બીપીનભાઇ ઉફે કાળીયો ચંદુભાઇ સોલંકી રહે.માસુમભાઇની વાડી, મહુવા વાળો ભાવનગર તથા ભાવનગર જિલ્લાને અડીને આવેલ અમરેલી, બોટાદ, અમદાવાદ ગ્રામ્ય તથા ગીરસોમનાથ જિલ્લાઓ માથી હદપાર કરવામાં આવેલ અને મજકુર ઇસમ સક્ષમ અઘિકારીની પરવાનગી વગર હાલ જનતા પ્લોટ, બાપા સીતારામની મઢી પાસે,ઉભો છે.તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા ઉપર જઇ તપાસ કરતા મજકુર બીપીનભાઇ ઉફે કાળીયો ચંદુભાઇ સોલંકી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે. જનતા પ્લોટ નં.૧, માસુમભાઇની વાડી, મહુવા જી.ભાવનગર વાળો મળી આવતા તેને મ્હે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ મહુવા નાં હદપ કેસ નં-૧૩/૨૦૧૯ તા-૨૯/૦૨/૨૦૨૦ થી છ માસ માટે હદપાર કરવામાં આવેલ હોય તેમ છતા ભાવનગર જીલ્લાની હદ માંથી મળી આવતા મજકુરે સક્ષમ અઘિકારીની પરવાનગી વગર જીલ્લામાં પ્રવેશ કરી હદપારી હુકમનો ભંગ કરતા મળી આવતા તેના વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ એકટ- ૧૪૨ મુજબનો ગુન્હો મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા
રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર