સુરતના સારોલી સહિતના વિસ્તારોમાં કાપડ માર્કેટ બાંધવાના નામે ઘણા બિલ્ડરોએ રૂપિયા ઉગરાવી લીધા પરંતુ માર્કેટ ન બનાવતા 1000થી વધારે વેપારીઓના 500 કરોડથી વધારે રૂપિયા ફસાઈ ગયા છે. ભોગ બનનારાઓનું લિસ્ટ બનાવવા સારોલી બ્રોકર અને વેપાર સંઘર્ષ સમિતિએ સોમવારે મિટિંગનું આયોજન કર્યું હતું.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
શહેરમાં ચીટર બિલ્ડરોની પણ ભરમાર ઊભી થઈ ગઈ છે. સારોલી રોડ પર ટેક્સટાઈલ માર્કેટ બનાવાવના નામે કેટલાક બિલ્ડરોએ વેપારીઓ પાસેથી રૂપિયા ખંખેરી લીધા છે ત્યાર બાદ વર્ષો સુધી માર્કેટનું નિર્માણ જ કરાતું નથી. ત્યારે વેપારીઓએ કોરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. સારોલી બ્રોકર અને વેપાર સંઘર્ષ સમિતિએ ભોગ બનેલા વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કર્યું હતું.જેમાં 1000થી વધુ વેપારીઓ જોડાયા હતા. કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલા નાણાં ફસાયા છે તેની યાદી હાલ તૈયાર કરવામાં આવી રહી છે. 7 માર્કેટોમાં દુકાનના નામે બિલ્ડરોએ રૂપિયા ઉઘરાવી જમીન વેચી દીધી છે. 20 માર્કેટોનું 7 વર્ષથી કન્સ્ટ્રક્શન ચાલે છે પરંતુ પઝેશન આપ્યું નથી. યાદી તૈયાર કર્યા બાદ બિલ્ડરો દ્વારા દુકાનના પઝેશન માંગવમાં આવશે. જો બિલ્ડરો દ્વારા પઝેશન નહીં આપવામાં આવે તો સમિતિ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
સુરતના સરોલી વિસ્તારની ઘટના..
ટેક્સટાઈલ માર્કેટ બનાવાવના નામે કેટલાક બિલ્ડરોએ વેપારીઓ પાસેથી રૂપિયા ખંખેરીયા…
સારોલી બ્રોકર અને વેપાર સંઘર્ષ સમિતિએ ભોગ બનેલા વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કર્યું..
1000થી વધુ વેપારીઓ જોડાયા હતા..
20 માર્કેટોનું 7 વર્ષથી કન્સ્ટ્રક્શન ચાલે છે પરંતુ પઝેશન આપ્યું નથી.