જામનગર: જામનગરમાં કીડસ ફન ક્લબ દ્વારા બાળકો માટે એમ. પી.શાહ ગ્રાઉન્ડ પર નવઘા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જામનગરમાં નવરાત્રીના આયોજન તો ઘણા થાય જ છે પણ ફકત બાળકો માટે નવરાત્રી ખાલી કીડસ ફન ક્લબ દ્વારા જ કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષ થી કિડસ ફન ક્લબ જામનગરમાં બાળકો માટે અવનવા કાર્યક્રમમાં કાર્યરત છે, આ નવધા નવરાત્રિમાં પણ બહોળી સંખ્યામાં બાળકો એ ભાગ લીધો, અને બધા ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન આપવા રીટર્ન ગીફ્ટ અને નાસ્તો આપવામાં આવ્યા હતા
વિજેતા બાળકો ને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, કાર્યક્રમ માં બાળકો સાથે તેમનાં માતાઓ પણ છેલ્લે રાસ ગરબાની રંગત માણી હતી તેમને પણ વિજેતા ને ઈનામ આપવામાં આવ્યા હતા, પિંક ફાઉન્ડેશન ના ફાઉંડર શેતલબેન શેઠ ત્યાં જે પિંક કલર ડ્રેસ પહેરી આવેલ બાળકો હોય એમને વિશેષ ભેટ આપેલ, કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શેતલબેન શેઠ, ભરતભાઈ કાવડ, મુકેશ ભાઈ વૈધ, ડો નિધિ બેન કાનાણી , ધરતીબેન ઉમરાનીયા, ઓમ ટ્રેનીંગ સેન્ટરમાંથી ડિમ્પલ બેન, બ્રહ્મસમાજના અગ્રણી જાગૃતિ બેન ત્રિવેદી, દિપાલીબેન પંડયા, કોર્પોરેટર ડિમ્પલ બેન રાવલ, જગત ભાઈ રાવલ, તેમજ જામનગરની વિવિઘ સંસ્થામાં થી હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા,
કાર્યક્રમના જજ તરીકે મયુરી બેન કોટેચા, મનીષા બેન ભટ્ટ તેમજ રિદ્ધિ બેન ઠાકર અને એંકર તરીકે ચારુંબેન શાહ અને ખુશ્બુ નંદાએ સુંદર સેવા આપી હતી, સમગ્ર કાર્યકમનું સંચાલન કીડસ ફન ક્લબના ફાઉન્ડર મોસમીબેન કનખરા અને તેમના ટીમ મેમ્બર્સ સાથે કરવામાં આવ્યું હતું.