રોડ તેમજ સોસાયટીઓ ના રસ્તા નવા બન્યા અને વર્ષ માં તૂટી જાય છે
રિપોર્ટર નરેશભાઈ ડાંખરા
ફ્રી સારું આરોગ્ય લક્ષી સારવાર મળી રહે
સસ્તા અનાજ ની દુકાન માંથી સારી કોવોલિટી નું અનાજ મળી રહે
ભાવનગર શહેર ના કુંભારવાડા વોર્ડમાં અમર સોસાયટી માં એનસીપીનું સંકલ્પ સંમેલન યોજાયું આ સંમેલનમાં ભીખાભાઈ જાજડિયા એ સરકાર ની ગેર વ્યવટ મામલે આડે હાથ લીધા હતા તેમજ શહેર પ્રમુખે ભરતભાઇ એ પ્રદેશ મહામંત્રી મહિલા હેતલબેન ભાજપ સરકારના ગેરવહીવટી મુદ્દાઓની સમજ આપી હતી.
જીવન જરૂરિયાત ચીજો પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ ખાદ્ય તેલની મોંઘવારી ચરમશીમાએ છે ભાવનગર મહાનગરપાલિકા ના શિક્ષણ અને આરોગ્ય લક્ષી વહીવટ ખૂબ જ ખરાબ છે સામાન્ય અને ગરીબ લોકોને આવાસ યોજનામાં ક્વોલિટી સારી ના મકાન ફાળવવામાં આવે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના રસ્તાઓ તેમજ ગટરનું આધુનિકરણ કરી અને ટકાઉ અને સારા બને તેના માટે એનસીપીએ હવે જનતાનો અવાજ બનવાનું નક્કી કર્યું છે
ભાવનગર મહાનગરપાલિકામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તો તે ભ્રષ્ટાચારને પણ એનસીપી પક્ષ દ્વારા ઉજાગર કરવામાં આવશે અને લોકોના સામાન્ય પ્રશ્નો માટે ભીખાભાઈ લડત ચલાવશે આજરોજ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા
સંમેલન માં નરેશભાઈ તન્ના, તેમજ શહેર પ્રમુખ રાજુ ચૌહાણ સહિત એન સી પી ના ખૂબ મોટી સંખ્યા માં કાર્યકરો અને સ્થાનિક લોકો હજાર રહ્યા હતા