શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિમાની સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે 26 સપ્ટેમ્બર થી નવલા નોરતાની શરૂઆત થઈ છે ત્યારે આજે સવારે અંબાજી મંદિરમાં માતાજીના વાઘ પાસે ઘટ સ્થાપના કરવામાં આવી હતી .
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ અને વહીવટદાર દ્વારા પૂજા અર્ચના કરાઈ હતી.
પ્રથમ નવરાત્રીના રાત્રે 9:00 વાગે માં અંબાના ચાચર ચોકમાં નવયુવક પ્રગતી મંડળ દ્વારા ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.ગરબા અગાઉ માતાજીની મહા આરતી કરવામાં આવી હતી.
બાળકી 1100 દિવડાઓ માથે લઈને ગરબે ઘૂમી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો ગરબા રમવા અને ગરબા જોવા આવ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી