ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત પ્રાદેશિક વિભાગ દ્વારા ગત શુક્રવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બોઇલરમાં ચિન્દી સળગાવતા પકડાયેલી સચિન ની સંગમ પ્રિન્ટ્સ મીલને ક્લોઝર નોટિસ આપી તાત્કાલિક બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જીપીસીપી અધિકારી જીજ્ઞા ઓઝાના નેજા હેઠળ શુક્રવારે રાત્રે એક ટીમ સચિન જીઆઈડીસીમાં નાઈટ મોનિટરિંગ હાથ ધરી હતી.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી.બાતમીની હકીકત જાણતા સચિન જીઆઇડીસી પ્લોટ નંબર 712માં આવેલ સંગમ પ્રિન્સ પ્રાઇવેટ લિમિટેડ મિલ પાસે તપાસ કરતા કાપડના વેસ્ટ ચિન્દી ભરેલા બે ટેમ્પો મળી આવ્યા હતા.જેમાં જીપીસીબીની ટીમે તપાસ કરતા ટેમ્પોમાં કાપડ વેસ્ટના પોટલાઓ ભરેલા હતા.
ટીમે પૂછપરછ કરતા ટેમ્પો ચાલકે આ કાપડ વેસ્ટ સચિન જીઆઇડીસી પ્લોટ નંબર 712 માં આવેલી સંગમ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે જીપીસીબી બોર્ડની ટીમ કંપનીમાં તપાસ કરવા પોચીયા હતા.ત્યારે સંગમ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપના ગેટ સુધા ખોલિયા ન હતા.
જીપીસીબીની ટીમ દીવાલ ફાગીને અંધર પ્રવેશી ગેટ પર લાગેલા તાળા તોડાવ્યા હતા.અંદર પ્રવેશ્યા બાદ તપાસ કરતા બોઇલરમાં આ કાપડ વેસ્ટ સળગાવવામાં આવતો હતો. જેના કારણે હવામાં મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાતું હતું.
જીપીસીપીની ટીમ આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર મુખ્ય કચરીએ મોકલી આપ્યો હતો. ગુરુવારે જીપીસીબી સુરત કચેરીએ આ મિલને ક્લોઝર નોટિસ ફટકારી તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.સાથે મિલનો પાણી સપ્લાય અને વીજળી સપ્લાય પણ બંધ કરી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જીપીસીબી સુરતના પ્રાદેશિક અધિકારી જીજ્ઞા ઓઝા એ જણાવ્યું હતું કે, બોઇલરમાં વેસ્ટ સળગાવીને પોલ્યુશન ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આવી મિલોને બંધ કરવામાં પણ તંત્ર દ્વારા કોઇ કચાસ રાખવામાં આવશે નહીં. પર્યાવરણ ને ધ્યાન રાખીને જ ઔદ્યોગિક એકમઓએ કામગીરી કરવાની રહેશે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ થયું સક્રિય..
સુરતના સચિન જીઆઈડીસીમાં મિલને કરાઈ કલોઝર..
સચિન જીઆઈડીસીમાં આવેલી સંગમ પ્રીન્સ પ્રાઇવેટ લિમિટેડ મિલને કરાઈ કલોઝર…
મિલના બોઇલારમાં કાપડ વેસ્ટ સળગાવવામાં આવતો હતો..
જીપીસીપી સુરત કચેરીએ મિલને ક્લોઝર નોટિસ ફટકારી તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો..
મિલનો પાણી સપ્લાય અને વીજળી સપ્લાય પણ બંધ કરવાનો આદેશ આપ્યો ..