ધનાણી ભાજપ કે આપ માં જોડાય તેવી શક્યતા ની ચર્ચાઓ:
કોંગ્રેસ માં જ રહીશ અને પક્ષ ની નિષ્ઠા પૂર્વક કામગિરી કરીશ:ધનાણી
વલ્લભીપુર કોંગ્રેસ નો વિખવાદ ચરમ સીમા એ આવ્યા ની ચર્ચાઓ
વલ્લભીપુર માં આજે રાજકીય પક્ષો માં ખળભળાટ મચી જવા પામ્યો હતો જેમાં આજે અચાનક વલ્લભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ભાવિક ધનાણી દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને લેખિત રાજીનામું આપ્યું હતું જેને લઈને કોંગ્રેસ માં ખૂબ ખળભળાટ મચી જવા પામ્યો હતો અને અન્ય પાર્ટી ના ભવિકભાઈ ના સંપર્ક કરવા માટે લાગ્યા હતા તેવું પણ જાણવા મળ્યું હતું. તેમજ મળતી માહિતી મુજબ આજ રોજ તા:09/10/2022 ના રોજ ભાજપ ના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી હાજરી આપવા ના છે જેને લઈને ભાજપ માં જોડાય તેવું પણ ખૂબ રાજકીય અને લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે .ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનો સાથે ભાવિકભાઈ ધનાણી ને ખૂબ નજીક ના સંબંધો ધરાવે છે જેને લઈને આપ માં ટુક સમય માં જોડાય તો પણ નવાઈ નહીં. ત્યારે ભાવિક ધનાણી સાથે વાત કરતા જણાવેલ કે હું વ્યવસાય અને પરિવાર ના કારણે પાર્ટી માં સમય નથી આપી શકતો એટલે પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે પક્ષ માંથી નથી આપ્યું અને હું હમેશાં કોંગ્રેસ માં રહીશ અને આગામી દિવસોમાં ખૂબ કોંગ્રેસ માટે કામ કરીશ તેમ જણાવેલ હતું. અને રાજકીય અને અન્ય લોકો હાલ ચર્ચાઓ કરી રહ્યા છે જે અન્ય પાર્ટી માં જોડાવા અંગે ની બાબતો ને રદિયો આપેલ હતો. અને કોંગ્રેસ પક્ષ માં હમેશ વફાદાર થઈ ને રહેશે તેમ વધુ માં જણાવેલ હતું. ત્યારે હવે જોવા નું એ છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનાણી નું રાજીનામું સ્વીકારશે કે કેમ???
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર