પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોવાથી સખત સુચના આપવામાં આવેલ.
ગઇકાલ તા.૧૧/૧૦/૨૦૨૨નાં રોજ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને બાતમીરાહે હકિકત મળી આવેલ કે,ગારીયાધાર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૪૭/૧૯૯૯ ઇ.પી.કો. કલમઃ-૪૮૯ બી,સી, ૪૨૦ વિગેરે મુજબનાં ગુન્હામાં છેલ્લાં ૨૩ વર્ષથી નાસતાં-ફરતાં આરોપી કમલેશભાઇ વલ્લભભાઇ કાલરીયા રહે.મહાદેવનગર,સુરતવાળા હાલ-વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ, વડોદરા ખાતે રહે છે. જે હકિકત આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે વડોદરા ખાતે જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી કમલેશભાઇ વલ્લભભાઇ કાલરીયા ઉ.વ.૫૫ ધંધો-વેપાર રહે.સ્પ્રીંગ રેસીડન્સી-૮, વિસ્ટેરીયા હાઇટ્સની સામે,ભારત પેટ્રોલ પંપ ગલી, સોમા તળાવ,વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ, વડોદરા મુળ-શીવા તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા વાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
આ ગુન્હાનાં કામે પકડાયેલ આરોપી અગાઉ સુરત શહેરનાં વરાછા પોલીસ સ્ટેશન, કામરેજ પોલીસ સ્ટેશન તથા ભાવનગર જિલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટોનાં ગુન્હાઓમાં પણ ૨૩ વર્ષ પહેલાં પકડાય ગયેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, મહેશભાઇ કુવાડિયા, ટેકનીકલ સેલનાં પ્રજ્ઞેશભઇ પંડયા, હરપાલસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ ગોહિલ