આ ગુન્હા અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફને ઉપરોકત ચોરીનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ગઇકાલ તા.૧૧/૧૦/૨૦૨૨નાં રોજ રાત્રીનાં ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર, એલ.સી.બી.નાં પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા સાગરભાઇ જોગદિયાને સંયુકત રીતે ચોરી અંગે મળેલ માહિતી આધારે ભાવનગર,કુંભારવાડા, વી.આઇ.પી. તરફ જતાં રોડ ઉપર આવેલ મોગલમાંનાં મંદિર પાસેથી ચિરાગ ઘુસાભાઇ ગોહિલ ઉ.વ.૧૯ ધંધો-ડ્રાયવીંગ રહે.લાખણકા (થળસર) તા.જી.ભાવનગર વાળાનાં કબ્જા-ભોગવટાની ગ્રે કલરની મારૂતિ સુઝુકી કંપનીની ઇકો કાર આગળ-પાછળ રજી.નંબર- GJ-04-DN 7605માંથી લાલ કલરની સોનીકસ કંપનીની SB150R લખેલ બેટરી તથા ઇકો કાર અંગે તેની પાસે આધાર કે બિલ કે રજી.કાગળો હોય તો રજુ કરવા કહેતાં તે ફર્યુ-ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય.આ ઇકો કાર તથા બેટરી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી બેટરી કિ.રૂ.૬,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૩,૦૬,૦૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરી તેને હસ્તગત કરેલ.
આ મજકુર ઇસમની પુછપરછ કરતાં આજથી વીસેક દિવસ પહેલાં વહેલી સવારનાં તેનાં મિત્રની ઉપરોકત ઇકો કાર લઇને વૈશાલી સિનેમા પાસે આવેલ મેલડીમાંનાં મંદિર પાસે રોડ ઉપર પડેલ ટ્રકમાંથી બે બેટરીની ચોરી કરેલ.જેમાંથી એક બેટરી ભાવનગર, સાંઢીયાવાડમાં આવેલ સંજરી ભંગારવાળાની દુકાને મહંમદ સાદિકભાઇને રૂ.૨,૫૦૦/-માં વેચાણ કરી આપેલ હોવાનું અને બીજી બેટરી વેચવા માટે આવેલ ત્યારે પકડાય ગયેલ હોવાની કબુલાત કરેલ.જે ચોરી અંગે ગંગાજળીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૨૧૧૧૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ*નો ગુન્હો દાખલ થયેલ હોય.જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ, સંજયભાઇ ચુડાસમા, નેત્રમ ટીમ તથા ટેકનીકલ ટીમ