માઁ આદ્યશક્તિના દર્શન બાદ જ નવી ફિલ્મ ‘સાતફેરા’ ના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશના મનાલી સિમલામાં તૈયારી આરંભી
કંડોલિયા ફિલ્મ્સની ટીમ ગઈકાલે તા. 11/10 ના રોજ ભંડારિયા શક્તિધામ બહુચરાજી મંદિર ખાતે હર્ષદ કંડોલિયા નિર્મિત નવી ફિલ્મ ‘સાત ફેરા’ નું આધ્યાત્મિક ગુરુ શૈલેષ દાદા પંડિતના હસ્તે મુહૂર્ત કર્યું હતું. હવે ફિલ્મની સમગ્ર ટીમ શૂટિંગ માટે હિમાચલ પ્રદેશના મનાલી અને સિમલા ખાતે જવા રવાના થશે.
ભંડારિયા બહુચરાજી દેવીના દર્શન કર્યા બાદ અભિનેત્રી પ્રિનલ ઓબેરોય, હીરો સમર્થ શર્મા, વિલન પ્રેમ કંડોલિયા અને ફિલ્મ પીઆરઓ અરવિંદ ભટ્ટી સહિતની ટીમ ભગુડા મોગલમાતાના ચરણોમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં મંદિર દ્વારા તેમને આવકારી પ્રસાદીરૂપ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ત્યાર બાદ રાજપરા ખોડિયાર માતાને શ્રીફળ ચુંદડી છત્ર પ્રસાદ ચડાવી દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. એક સાથે ભાવનગર માં ત્રણ દેવીમાતાના દર્શન કરી સફળતા માટે પ્રાર્થના કરી હતી.
ભગુડા ખાતે માયાભાઈ આહીરના પુત્ર ભરતભાઇ અને જયરાજભાઈ આહીર સાથે રહ્યા હતા. જ્યારે ખોડિયાર મંદિર ખાતે ભાજપ અગ્રણીય ભરતભાઇ મેર અને ધર્મેશભાઈ ભરવાડએ સુંદર વ્યવસ્થા ગોઠવી સહયોગ કર્યો હતો.
ભંડારિયા બાલા બહુચરાજી મંદિરમાં જ ફિલ્મ મુહૂર્ત શા માટે !?
ગુજરાતી ફિલ્મના જાણીતા ખલનાયક અને વર્ષોથી દરેક ફિલ્મના મુહૂર્તનું આયોજન મંદિરમાં કરતા પ્રેમ કંડોલિયાએ જણાવ્યું હતું કે માઁ ત્રિપુરા સુંદરી બાલા બહુચરાજી કલાની દેવી છે. તેની આરાધના અને આશિર્વાદ અનિવાર્ય છે.
વધુમાં જણાવ્યું હતુ કે વલ્લભ ભટ્ટ રચિત આનંદના ગરબામાં 62માં પદ માં કહેવાયું છે કે, ગીત નૃત્ય વાજિંત્ર તાલ તાન માને માઁ,
વાણી વિવિધ વિચિત્ર ગુણ અગણિત ગાને માઁ. અર્થાત હે માઁ ગીત સંગીત તાલ વાજિંત્ર વાણી અભિનય કલા બધુ તારા શક્તિનો પ્રતાપ છે. એટલે કલાક્ષેત્રે કોઈ પણ કામ કરતા પહેલા માઁ બહુચરાજીની આરાધના આવશ્યક માનવામાં આવે છે. તેમના આશિર્વાદથી ભરપુર સફળતા મળે છે. એટલે ભાવનગરના ભંડારિયા શક્તિધામ બહુચરાજી દેવી મંદિરમાં હંમેશા ફિલ્મનું મુહૂર્ત કરાય છે.