રાજ્ય ગ્રહમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર સોલંકીનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે રોકડા ક્યાંથી આવ્યા એ સવાલ મને નહી એમને પૂછો.
આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા, ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્હીથી કેમ આવ્યા? એમ કહી તેમણે રાજેન્દ્ર સોલંકીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે ટેક્સ ભરતા નથી અને રોકડા લાવ્યા, શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા? આ સાથે જ તેમણે આપનું નામ લીધા વગર કેજરીવાલની સામે સવાલો કર્યા હતા.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
ગત રોજ બારડોલીના પોલીસ મથકના દરવાજા પાસે પાર્ક કરેલી કારમાંથી રૂપિયા 20 લાખ ભરેલી બેગની ચિલઝડપ થવા પામી હતી. જેમાં એક જાગૃત યુવાને પૈસા ભરેલી બેગ બચાવી બારડોલી પોલીસ મથકે સોંપી હતી. આ સમગ્ર મામલે પડદો પાડવા આપનાં આગેવાનોએ ગડમથલ શરૂ કરી હતી .
જો કે બારડોલી તેમજ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં 20 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું હતું. જેથી બારડોલી પોલીસે રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી આઈ.ટી વિભાગને પણ જાણ કરી હતી.
આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજેન્દ્ર સોલંકીનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે “આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા? ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્હીથી કેમ આવ્યા? શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા?” જેવા સવાલો કર્યા હતા.
સુરત રોકડા 20 લાખની ચિલઝડપ નો મામલો
ગૃહ મંત્રીએ આપ્યું નિવેદન
રોકડા ક્યાંથી આવ્યા એ સવાલ મને નહી અને પૂછો
આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા
ટેક્સ ભરતા નથી અને રૂપિયા દિલ્હી થી કેમ આવ્યા?
નામ લીધા વગર રાજેન્દ્ર સોલંકી પર પ્રહાર
ટેક્સ ભરતા નથી અને રોકડા લાવ્યા :
શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા:
આપ ના નામ લીધા વગર આપ્યા નિવેદન
કેજરીવાલ ની સામે નામ લીધા વગર કર્યા સવાલ