તારીખ: 6 નવેમ્બર 2022
રવિવારે સાંજે ભાવનગરના આંગણે મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા પાપાની પરી સમૂહ લગ્નોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન જવાહર મેદાન ખાતે સંપન્ન થયું. મારુતિ ઇમ્પેક્ષના ફાઉન્ડર ઉદ્યોગરત્ન શ્રી સુરેશભાઈ માવજીભાઈ લખાણી અને દિનેશભાઈ માવજીભાઈ લખાણીના યજમાનપદે આ ભવ્ય આયોજન થયું જેમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ સમૂહલગ્નમાં દેશભરના વિવિધ સમાજ અને ધર્મના યુગલોને આશીર્વાદ આપવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આવી રહ્યા છે. આ સિવાય દેશના નામી રાજરત્ન, સંત રત્ન, સમાજ રત્નની હાજરી આ પ્રસંગને દિપાવશે. આટલું જ નહિ, અંદાજે ચાર લાખ મહેમાનનીની પણ આ લગ્નોત્સવમાં હાજરી આપશે.
પાપાની પરી સમૂહ લગ્નોત્સવ માં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા શ્રી દિનેશભાઈ લખાણી એ જણાવ્યું કે…. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબની હાજરી એ મારા સ્વપ્ન સમાન છે.
પ્રધાનમંત્રી મોદી સાહેબની હાજરી એટલે આ 552 દીકરીઓ માટે હરખનો દિવસ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબને અમે આશીર્વાદ આપવા આમંત્રિત કરવા માટે ગયા ત્યારે મોદી સાહેબ એ કહ્યું હતું, હું આશીર્વાદ લેવા આવીશ. શ્રી દિનેશભાઈ એ હાજર સૌ કોઈ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરતા સૌપ્રથમ આયોજક શ્રી સુરેશભાઈ લખાણી અને દિનેશભાઈ લખાણીનો આ ભવ્ય આયોજનમાં આમંત્રણ પાઠવવા બદલ આભાર માન્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોને આશીર્વાદ અને શિખામણ આપતા પ્રધાનમંત્રી મોદીજી એ કહ્યું કે, આ લગ્નનો ખર્ચ તો લખાણી પરિવાર આપે છે પણ લગ્ન પછી ખોટો ખર્ચ ન કરતા.
પિતૃ તુલ્ય ભાવનાથી લખાણી પરિવારે આ કાર્ય કર્યું છે. લગ્ન પછી પરિવારમાં કોઈ અભણ ન રહે તે ધ્યાન રાખવાની શિખામણ આપતા પ્રધાનમંત્રી મોદીજી એ સર્વ શિક્ષા અભ્યાનની આહલેક ઊભી કરી હતી. રાજ્યમાં સી આર પાટીલ કુપોષણ હટાવવા નું બીડું ઝડપ્યું છે, જ્યારે આરોગ્યમંત્રી એ દેશમાં ટીબી મુક્ત ભારત માટે ગામો દત્તક લેવાની યોજના ઘડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ પ્રાસંગિક ઉદબોધન બાદ પાંચ નવ યુગલોને સ્ટેજ પર આશીર્વાદ પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં એક વિશેષ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. જેમાં 552 નવયુગલો વિદાય લે તે પહેલા તમામ વર વધુએ એક બીજાને ગુલાબનો હાર પહેરાવ્યો હતો.
આટલું જ નહિ કન્યાદાન માં લખાણી પરિવાર તરફથી રિયલ ડાયમંડ સેટ આપવામાં આવ્યો હતો. માત્ર આટલું જ નહિ કન્યાઓના સાસરિયા પરિવારને 103 થી વધુ ચીજવસ્તુઓ કરિયાવર રૂપે લખાણી પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમની આગલી સાંજે ભવ્ય લોક ડાયરો આયોજિત થયો હતો. જેમાં નામાંકીત કલાકાર અને ગાયકો કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, દેવાયત ખાવડ, માયાભાઈ આહીર સહિત આ કલાકારો ઉપસ્થિત રહ્યા.