Latest

અમદાવાદ ખાતે ૧૩ નવેમ્બરના રોજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવા ‘ગ્રીન પ્લેનેટ રન’ યોજાશે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ૧૩ નવેમ્બર રવિવારના રોજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ‘ગ્રીન પ્લેનેટ રન’નું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે આર પ્લેનેટ ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન અને ટેક્નોગ્રીન રિસાયક્લિંગ દ્વારા ૫ અને ૧૦ કિ.મી.ની ‘ગ્રીન પ્લેનેટ રન’નું આયોજન કરવામાં આવ્યું છે, જે ઈ-વેસ્ટના સંગ્રહ પરિવહન રિસાયક્લિંગ અને નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ માટે બિઝનેસ ટુ બિઝનેસ (B2B) પ્લેટફોર્મ તેમજ ટેક્નોગ્રીન રિસાયક્લિંગ પર ભાર આપે છે.

ગ્રીન પ્લેનેટ રન વિશે વાત કરતા આર પ્લેનેટ ઈન્ટીગ્રેટેડ સોલ્યુશનના ડિરેક્ટર શાલિની સિંઘે કહ્યું કે, પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવું એ આપણા જીવન પરના આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવા માટે માત્ર મહત્વપૂર્ણ નથી પણ જરૂરી પણ છે. જાગરૂકતા એ પર્યાવરણીય ટકાઉપણાને જન ચળવળ બનાવવાની ચાવી છે અને ગ્રીન પ્લેનેટ રનનો મુખ્ય ઉદ્દેશ પણ છે. એટલું જ નહિ ગ્રીન પ્લેનેટ રનનો ઉદ્દેશ્ય પર્યાવરણીય ટકાઉપણું માટેના જુસ્સાને ઉજવવાનો અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રીન પ્લેનેટ રનમાં ૫ કિમી અને ૧૦ કિમીની બે શ્રેણી હશે. સહભાગીઓ માટે નોંધણી ફી રૂ. ૨૦૦ અને બે શ્રેણીઓ માટે અનુક્રમે રૂ. ૨૫૦ છે. આ રનમાં ભાગ લેનારને ટી-શર્ટ, ઈ-સર્ટિફિકેટ, બીઆઈબી અને નાસ્તો મળશે સાથો સાથ વિજેતાઓને મેડલ અને આકર્ષક ઈનામી રકમ પણ મળશે. આ દોડમાં ૨૦૦થી વધુ સ્વયંસેવકો ઉપરાંત ૧૦ હાઇડ્રેશન પોઈન્ટ અને ફિઝીયોથેરાપી અને અન્ય સુવિધાઓ સાથે ત્રણ મેડિકલ પોઈન્ટ પણ રાખવામાં આવશે.

અલ્ટ્રા મેરેથોન રનર અને રેસ ડાયરેક્ટર વિષ્ણુ કામલિયાએ જણાવ્યું હતું કે, અમને અમદાવાદીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને ગ્રીન પ્લેનેટ રનમાં લગભગ ૮૦૦૦ લોકો ભાગ લેશે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ દોડ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને સમર્થન આપવાનો તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈ-વેસ્ટના યોગ્ય હેન્ડલિંગ માટે તેમજ લોકોને જાગૃત કરવા ગ્રીન પ્લેનેટ રનની સાથે ઈ-વેસ્ટ કલેક્શન ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવશે. જોખમી પદાર્થો અને વાયુઓની હાજરીને કારણે ઈ-વેસ્ટનો આડેધડ નિકાલ આપણા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. સ્થળ પર ઈલેક્ટ્રોનિક કચરાના ઉત્પાદનોનું એકત્રીકરણ અમને ટેક્નોગ્રીન રિસાયક્લિંગ વિશે યોગ્ય રીતે ઈ-વેસ્ટના નિકાલનું મહત્વ સમજાવવા આવશે.

ગ્રીન પ્લેનેટ રન દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ શિક્ષણ, અર્થતંત્રને પ્રોત્સાહન તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં કરવામાં આવશે. આર પ્લેનેટ ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન અને ટેક્નોગ્રીન રિસાયક્લિંગ પણ મહિલાઓની તાલીમ કોલેજ શિષ્યવૃત્તિ, કોવિડ-૧૯ રાહત અને પરિયોજના સંબંધિત કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *