રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
આ દરમિયાન ઓવેસીએ અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં સુરત સુધી મુસાફરી કરી હતી. આ દરમિયાન AIMIM પાર્ટીના નેતા વારિસ પઠાણએ સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરી હતી જેમાં ઓવેસીની ખીડકી નજીક ટ્રેન પર પથ્થરમારો થયા હોવાની માહિતી આપી હતી
ગુજરાતની ભાજપ સરકાર પર તેનો આક્ષેપ કર્યો હતો.અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એ.આઇ.એમ.આઇ.એમએ સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાના આરોપો પર પશ્ચિમ રેલવે દ્વારા મોટો ખુલાસો કર્યો હતો. જેમાં રેલવે વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે અંકલેશ્વર સ્ટેશન આગળ અપ લાઇન પર થાંભલા નમ્બર 316 /29 થી 317/ 15 ની વચ્ચે રેલવે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યો હતો.દરમ્યાન અપ લાઇન અને ડાઉન લાઇન પર પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન અને વંદે ભારત ટ્રેન તેજ ગતિએ પસાર થઈ હતી જેના કારણે રેલવે ટ્રેક પર રહેલા પથ્થરો ધ્રુજીને વંદે ભારત ટ્રેનના કાંચ સાથે અથડાયા હતા.
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો ન હતો:રેલવે પોલીસ
વધુ સ્પીડના કારણે પથ્થર ઉછડયો હતો:પશ્ચિમ રેલવે
એ.આઇ.એમ.આઇ.એમએ સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાના આરોપો પર પશ્ચિમ રેલવે દ્વારા મોટો ખુલાસો કર્યો
અંકલેશ્વર પાસે બે ટ્રેન એક સાથે પસાર થતા પથ્થર ઉછડયો હતો
અંકલેશ્વર સ્ટેશન આગળ રેલવે ટ્રેક પર રીપેરીંગનું કામ ચાલી રહ્યો હતો:રેલવે