વાલીઓને મતદાન પ્રત્યે પ્રેરિત કરવા જિલ્લાના 2.50 લાખ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ પત્રો ભરવામાં આવ્યાં
જામનગર તા.11, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીના દિશા નિર્દેશન હેઠળ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે મતદારોમા મતદાન પ્રત્યે જાગૃતિ આવ તે હેતુથી વધુમાં વધુ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત સમગ્ર જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ પાસે તેમનું નામ મતદારયાદીમાં હોવાની ખાતરી કરાવવા તથા નૈતિક મતદાનનો સંકલ્પ કરાવવા સંકલ્પ પત્ર શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરાવી, સંકલ્પ પત્ર પર વાલીની સહી મેળવી પરત મેળવવામાં આવી રહ્યા છે.જિલ્લા ચુંટણી તંત્રની આ નવતર પહેલથી જામનગર જિલ્લાના 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ સંકલ્પ પત્ર મેળવી પોતાના વાલીઓ અચૂક મતદાન કરે તે માટેનું માધ્યમ બન્યા છે.