કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ ખાતે ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમારના પ્રચાર અર્થે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પધાર્યાં; ચૂંટણી સભા સંબોધી કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હાલ ગુજરાતમાં વિધાનસભા 2022 ની ચૂંટણીનો ધમધમાટ ચાલી
રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા
અવનવા નુસખા અજમાવી રહી છે. જેમાં આજે માલપુર
ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા
ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમારના પ્રચાર અર્થે
સભા યોજાઈ હતી.
માલપુર ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર
ફડણવીસની ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં દેવેન્દ્ર
ફડણવીસે જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર દેશનું
સુકાન સંભાળતા હોય ને ગુજરાતનું રોલ મોડલ હોય તેવા
વડાપ્રધાન મોદીના હાથને વધુ મજબૂત કરવા બહુમતી
સરકાર બનાવવીએ આપણા સૌની ફરજ છે.
તેઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, યુવરાજ કાલે અહીં
આવ્યા હતા. તેઓએ ભારત જોડો નહીં પણ મોદી છોડો
અને વિપક્ષ જોડો યાત્રા કરી હતી. સાથે તેમણે કેજરીવાલ
પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાલમાં દિલ્લીથી
કેટલાક લોકો આવ્યા છે, એ સાયબેરિયન પક્ષી જેવા છે.
જે ચૂંટણી આવે એટલે આવે અને પતે એટલે પાછા જતાં
રહે. એ લોકો રોજ જુઠુ બોલે છે, પરંતુ ભાજપ 150
સીટો સાથે સરકાર બનાવશે તે નિશ્ચિત છે.