શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે અંબાજી મંદિર નીચે બહુચર માનું મંદિર આવેલું છે.બહુચર માં ના ગોખે શ્રી અંબાજી આનંદ ગરબા પરિવાર દ્વારા 12 કલાકની આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવી હતી.
માગશર સુદ બીજ એટલે બહુચર માતાના પ્રખર ભક્ત વલ્લભ ભટ્ટ નો દીવસ હોઈ આ દિવસે રસ રોટલીનો વિશેષ મહત્વ છે.બહુચરને રસ રોટલી નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને લાડુનો ગોખ પણ ભરવામાં આવ્યો હતો.શ્રી અંબાજી આનંદ ગરબા પરિવારની બહેનો અને અંબાજી ગામની ધર્મ પ્રેમી જનતાઓ મોટાભાગે આનંદ ગરબાના પાઠમાં જોડાયા હતા અને ઢોલ નગારા હાથે નાચતા ગાતા માં બહુચરના ગુણગાન ગાયા હતા.
ઈસ.1732 માં વલ્લભ ભટ્ટ દ્વારા બ્રાહ્મણોની નાત જમાડવા માટે રસ રોટલીનો આગ્રહ કરાતા કમોસમી સિઝનમાં પણ રસ રોટલી બહુચર માં ની કૃપાથી બ્રાહ્મણોની નાત જમાડવામાં આવી હતી. બહુચરાજી ખાતે બહુચર માનુ અતિ પ્રાચીન મંદિર આવેલું છે. અંબાજી મંદિર ખાતે પણ બહુચર માનો ગોખ આવેલો છે. અંબાજી મંદિરના નૃત્ય મંડપ નીચે બારે માસ અંબાજીની બહેનો દ્વારા આનંદ ગરબા ના પાઠ અને ભજન કરવામાં આવે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી