કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભાજપના ઉમેદવાર પી સી બરંડા એ ભિલોડા મતવિસ્તારમાં ચુનાખન અને તેની આસપાસના વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં એડીચેટી નું જોર લગાવી કોઈપણ ભોગે કોંગ્રેસ પાસે રહેલી અને કોંગ્રેસ ના ગઢ ગણાતી આ ભિલોડા વિધાનસભા સીટ ભાજપ આંચકી લેવા માટે કોઈપણ પ્રકારની કચાસ રાખી નથી
ત્યારે કોંગ્રેસ ના સ્વ પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ જોશીયાર ના ગામમાં જંગી જન સભા યોજી હતી સ્વ અનિલભાઈ જોશીયાર ના પુત્ર એ તેમના પિતા ના મરણ બાદ કોંગ્રેસ ને રામ રામ કરી ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો
જ્યારે થી કેસરિયો ધારણ કર્યો ત્યારબાદ કૈવલ જોશીયાર ભાજપ ને મજબૂત કરવા અને કોંગ્રેસ ના ગઢ ને ભાજપના ગઢ બનાવવા માટે કોઈપણ ભોગે ભાજપના ઉમેદવાર પી સી બરંડા ને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે
આ ચૂંટણીમાં ભિલોડા તાલુકા ભાજપ ના હોદ્દેદારોની મહત્વ નો જંગ બની જતા જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ જિલ્લા પંચાયતના સદસ્ય નિલાબેન મોડિયા તારાલિકા બેન તેમજ જિલ્લા સંઘઠન ના મનોજભાઈ પટેલ ,પ્રભુદાસ પટેલ રાજુભાઇ નિનામાં, ધનજીભાઈ નિનામાં તાલુકા સદસ્ય, સહકારી આગેવાન અને ચૂંટણી ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ભાટી, માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન હીતેન્દ્રસિંહ સીસોદીયા તેમજ આ વિસ્તારના લોકપ્રિય સાબરડેરી ના ડિરેકટર જેશીંગભાઈ રામભાઈ પટેલ ,ભીખાભાઇ પટેલ , ભિલોડા સરપંચ મુકેશભાઈ ત્રિવેદી સહિત ના આગેવાનો એડીચોટી નું જોર લગાવી
ભિલોડા સીટ પર ભાજપ ઉમેદવાર પી સી બરંડા ને જીતાડવા રાતદિવસ એકકરી તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ભારે ભીડ પહેલી વાર નજરે પડી રહી છે લોકો નો પ્રતિસાદ પણ ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપી રહ્યા છે
ભાજપના ઉમેદવાર ને જીતાડવા માટે તેમના ધર્મપત્ની ચંદ્રિકા બરંડા નિવૃત નાયબ કલેકટર પણ મોટી મોટી બેઠકો ડુંગરે ડુંગરે ઘેર ઘરે બેઠકો નો દોર કરી રહ્યા છે