સુરેન્દ્રનગર જીલ્લા ની ૫ વિધાનસભાનુ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થયું હતુ જેમાં વાત કરીએ તો ૬૪ ધ્રાગધા હળવદ વિધાનસભામા સૌથી વધારે અને શારુ મતદાન જોવા મળ્યુ હતું સવારથી જ શેહરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકે લોકોની લાઈનો જોવા મળી હતી જ્યારે યુવાનોમા પણ મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે લગ્નની ગ્રંથીએ અને પીઠી ચોળેલી દુલ્હન દ્રારા પણ મતદાન કરવામાં આવ્યું હતું
શાંતી મય વાતાવરણ માં મતદાન પુર્ણ થયું હતૂ જેમાં ધ્રાંગધ્રા હળવદ વિધાનસભામા 66.77 % મતદાન નોંધાયું હતું સૌથી વધારે ધ્રાંગધ્રા પંથકમાં મતદાન નોંધાયું હતું જ્યારે ૨૦૧૭ ની ચુંટણીની વાત કરીએ તો પરસોત્તમભાઈ સાબરીયા ૯૭૧૩૫ તથા સોનાગરા જેરામભાઈ ને ૮૩૨૧૯ મતો સામે પરસોત્તમભાઈ સાબરીયા ૧૩૯૧૬ મતોની લીડથી વિજેતા બન્યા હતા મતદાન પુર્ણ થતા વહીવટીતંત્ર, પોલીસ , અધીકારીઓ દ્રારા રાહતનો શ્વાસ લીધો હતો
જ્યારે હવે તમામ ઉમેદવારો નું ભાવી આજરોજ EVM માં કેદ થયું છે તારીખ ૮/૧૨/૨૦૨૨ ના દિવસે કોન બનશે ૬૪ ધ્રાગધા હળવદ વિધાનસભા ના સેનાપતી તેના ઉપર રેહશે તમામની બાઝ નજર. .
સ્પેશિયલ રિપોર્ટ દિનેશ ગાંભવા જી એક્સપ્રેસ ન્યુઝ