Breaking NewsLocal Issues

આજે જિલ્લામા ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૭ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન

જિલ્લામાં નોંધાયેલા ૧,૦૧૬ કેસો પૈકી ૪૫૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર, તા.૨૧ : ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૦૧૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના શામપર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, ગારીયાધારના નાની વાવડી ખાતે ૧, મહુવાના સરેરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૨, સિહોરના ભુતિયા ગામ ખાતે ૧ તથા સિહોરના સણોસરા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૧ અને તાલુકાઓના ૧૬ એમ કુલ ૨૭ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૦૧૬ કેસ પૈકી હાલ ૪૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

રિપોર્ટ બાય જીમિત શાહ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 344

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *