શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે.તાજેતરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સુખ સંપન્ન રીતે પૂર્ણ થઈ છે ત્યારે આજે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દિયોદર વિધાનસભા ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ આજે વહેલી સવારે અંબાજી મંદિરમાં પૂનમ હોઈ માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.
આજે અંબાજી મંદિરમાં પૂનમ હોઈ વહેલી સવારે 6:00 વાગે આરતી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે,ત્યારે દિયોદર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ પોતાના મિત્રો સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.અંબાજી મંદિરના ગર્ભગૃહ માં જઈને તેમને માતાજીના દર્શન કર્યા હતા. દિયોદર વિધાનસભા સીટ પર વિજય થાય તે માટે પણ તેમને માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેમને અંબાજી મંદિરના શિખર પર આજે પૂનમની પ્રથમ ધજા ચઢાવી હતી કેસાજી ચૌહાણ જણાવ્યું હતું કે મેં આજે ગુજરાતના વિકાસ માટે પ્રાર્થના કરી છે અને હું જીતીને દિયોદર વિધાનસભા વિસ્તારમાં વિકાસ કરૂ તેવી વિનંતી માં અંબા સમક્ષ પ્રાર્થના કરી છે અંબાજી પ્રહલાદ પૂજારી