કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડ બેઠક પર કોંગ્રેસે તેની પરંપરાગત બેઠક ગુમાવી પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ની કારમી હાર
બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવાર સામે ભાજપની સુનામી ના ચાલી
ગુજરાત રાજ્યમાં જ્યારથી વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી અરવલ્લી જીલ્લાના મતદારોએ અકળ મૌન સેવ્યુ હતું. પહેલેથી નિશ્ચિત મનાતી મોડાસાની બેઠક ભાજપના ભીખુસિંહ પરમારે 34,178 માટે કબ્જે કરી છે જ્યારે કોંગ્રેસની વર્ષોથી પરંપરાગત ગણાતી ભિલોડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર પૂર્વ આઈપીએસ અધિકારી પુનમચંદ બરંડાએ ઐતિહાસિક જીત મેળવી છે.
અરવલ્લી જિલ્લાની રાજકીય પ્રયોગશાળા ગણાતી બાયડ માલપુર વિધાનસભા પર પહેલેથી ભાજપે જ્યારે વિજય ચહેરોમાં હતા ધવલસિંહ ઝાલા ની ટિકિટ કાપી ત્યારે જ બાયડ બેઠક માટે ભાજપને કપડા ચઢાણ ગણાતા હતા જ્યારે સામે પક્ષે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની મેદાની ઉતારતા બાળ વિધાનસભાના મતદારોએ ઓછું બોલવું અને પરિણામ સચોટ આપવું એવું નક્કી કર્યું હોય તેમ છેલ્લી ઘડી સુધી ભાજપના ભીખીબેન પરમાર અને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા વચ્ચે કાંટાની ટક્કર રહી હતી
પરંતુ છેલ્લે ધવલસિંહ ઝાલા ના ચાહકોનું ઘોડાપૂર ઉમટી હોય તેમ 5 818 મતોથી મતદારોએ ધવલસિંહ ઝાલાની ઐતિહાસિક ગીત અપાવી ભૂતકાળમાં સને 1985 માં કોંગ્રેસના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર રામસિંહ રૂપસિંહ સોલંકી જે ભવ્ય વિજય થયો હતો તે ઇતિહાસને 2022 માં બાયડ ની જનતાએ દોહરાવી ફરીથી એ સાબિત કર્યું છે કે બાળ માલપુર વિધાનસભાના મતદારો હંમેશા સ્થાનિક અને લોકપ્રિય ઉમેદવારોને જ જીતાડે છે રાજકીય પક્ષો તેમની મનમાની કરી ગમે તે ઉમેદવારને જનતાના માથા પર ઠોકી બેસાડે છે તે હવે જનતા ચલાવી લેવાની નથી તે બાયડ માલપુરના મતદારોએ સાબિત કરી બતાવ્યું છે