ઉમેદવારની પસંદગી કરવામાં થાપ ખાતાં કોંગ્રેસે તેની પરંપરાગત બેઠક ગુમાવવાનો વારો આવ્યો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં 30 ભિલોડા મેઘરજ વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી હતી આ બેઠક પર ભાજપે પૂર્વ આઇપીએસ અધિકારી પૂનમચંદ બરંડાને ઉમેદવાર બનાવતા ભાજપનો ઐતિહાસિક ભવ્ય વિજય થયો છે
ભિલોડા બેઠક આમ તો છેલ્લી પાંચ ટર્મથી સ્વર્ગસ્થ ડાૅ. અનિલ જોષીયારા કોંગ્રેસ પક્ષે સતત જીત મેળવી હતી પરંતુ કોંગ્રેસના ડાૅ. અનિલ જોષીયારા નું અવસાન થતા આ બેઠક પર કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી 2022 માં પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારગીને ઉમેદવાર બનાવ્યા હતા. ભિલોડા બેઠક પર પહેલાથી ત્રિપાંખીયો જંગ હતો
આજે જ્યારે મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરીની શરૂઆત થઈ ત્યારે આમ આદમી પાર્ટીના રૂપસિંગ ભગોરા આગળ ચાલતા હતા પરંતુ જેમ જેમ મત ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ ભાજપના ઉમેદવાર પૂર્વ આઈપીએસ અધિકારી પૂનમચંદ બરંડા વિજય તરફ આગળ વધતા ગયા અને 29,000 કરતા વધુ મતોથી તેમનો વિજય થયો હતો અહીં મત ગણતરી કેન્દ્ર પર હાજર કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ગણગણાટ હતો કે ભિલોડા બેઠક માટે પહેલાથી જ કોંગ્રેસી ઉમેદવાર પસંદ કરવામાં થાપ ખાધી છે
.