સુરતમાં અવાર નવાર એક્ઝિબિશનો રાખવામાં આવતા હોય છે. જેનો લાભ મોટાપાયે મહિલાઓને મળી રહ્યો છે.ત્યારે મહેશ્વરી ભવન ખાતે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે હાઈ ફાઈ એક્ઝિબિશન આયોજન કરાયું હતું.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
સૂરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશન બાદ હવે સિટીલાઈટ વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ખાતે હાઈ ફાઈ એક્ઝિબિશનનુ આયોજન કરાયું છે.જેનું ઉ્દઘાટન આજ રોજ ભારતીય જનતા પાર્ટી સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલના હસ્તે કરાયું હતું.
હાઈ ફાઈ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને મહિલા આત્મનિર્ભર બની પુરુષની સાથે ખભાથી ખભો મળાવીને આગળ વધે તે માટેનો છે.
આ એક્ઝિબિશનમાં આશરે ૫૦ જેટલા સ્ટોલ લગાડવામાં આવ્યા છે અને તમામ સ્ટોલમાં યુનિક વસ્તુઓનુ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશન દરમિયાન વધુ લોકો આ પ્રદર્શનની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે, આ પ્રદર્શનમાં મહિલાઓ માટેની વસ્તુ એકજ જગ્યાએ મળી રહશે જેથી હાઈ ફાઈ એક્ઝિબિશન મહિલાઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બનશે.
સિટી લાઈટ ખાતે મહેશ્વરી ભવન માં હ એક્ઝિબિશનનું આયોજન… હાઇ ફાઈ એક્ઝિબિશન યોજાયું… મહિલાઓ, ગૃહિણીઓ ને યોગ્ય પ્લેટફોર્મ મળે એ હેતુ થી આ એક્ઝિબિશન નું આયોજન કરાયુ.
એક્ઝિબિશન માં કટલરી, જ્વેલરી, ડ્રેસીસ તેમજ બીજી અનેક વેરાયટીઓ ના સ્ટોલ રખાયા.,એક્ઝિબિશનના ઉદ્ઘાટન માં ભાજપ ના મહા મંત્રી કિશોરભાઈ બિંદલ ઉપસ્થિત રહ્યા…