દાંતા તાલુકાના નાગેલ ગામની ઘટના આવી સામે નાગેલ ગામના પીડીતે વ્યાજખોર પાસે થી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા
. જેમાં તેમને 1 લાખના બદલામાં 3 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ ભારે હેરાન પરેશાન કરવામાં આવતો હતો.
રુસ્તમ ભાઈએ જણાવ્યું કે મે નાગેલના જયંતીભાઈ મુળાભાઈ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.પીડિતે જણાવ્યું કે હું આજે નાગેલ ગામમાં બાઈક પર ઉભો હતો ત્યારે આ લોકો મને બાઈક ઉપરથી નીચે પાડેલ અને રિક્ષામાંથી હથિયાર લઈને મારી પર હુમલો કરેલ છે.
પીડિતે જણાવ્યું હતું કે મેં ગાય લાવવા માટે રૂપિયા ઉધાર લીધા હતા.લમ્પી વાયરસના કારણે મેં વ્યાજ ભરેલ નથી.પીડીતે વિનંતી કરી કે હાલ મારી પાસે વ્યાજ ભરવાના રૂપિયા નથી તેમ છતાં જયંતીભાઈ મને ધમકી આપતા હતા. પિડીત રુસ્તમ ભાઈ મોમીને જણાવ્યું કે જયંતીભાઈ મને ધમકી આપતા હતા કે તારી છોકરી મારા ઘરે મૂકી જા
અને મારા ઘરે આવીને તું ગોબર સાફ કર,અત્યારે પીડિત રૂસ્તમભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જયંતીભાઈ મુળાભાઈ સેનમા અવારનવાર પીડિતને એટ્રોસિટી કરવાની ધમકી આપતા હતા.પિડીત હાલ દાંતા સિવિલમાં સારવાર હેઠળ છે.પીડિતે દાંતા પોલીસ મથકે ફરિયાદ કરવાની વાત પણ કરી. દાંતા પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે
અંબાજી પ્રહલાદ પૂજારી