રિપોર્ટ.. અમિત પટેલ અંબાજી
શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી નજીક રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી હોવાથી આ સ્થળે રાજસ્થાન પોલીસ ના જવાનો ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે સવારે રાજસ્થાન છાપરી પોલીસે એક સ્વીફ્ટ કાર માથી 72 નગં દારૂની બોટલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એક લાખ 42 હજારની કિંમતની વિદેશી દારૂની બોટલ રાજસ્થાન છાપરી પોલીસે પકડી હતી. કારચાલક અને તેની સાથે એક વ્યક્તિની પોલીસે ઘરપકડ કરી છે. એક સુરતનો આરોપી અને એક રાજસ્થાન નો આરોપી રાજસ્થાન પોલીસે ઝડપ્યો છે
















